Charchapatra

મહાન સૂર સમ્રાટ રફી સા’બ

31મી જુલાઈ આવે એક બાજુ હર્ષ, બીજી બાજુ ગમ. માનવીનાં કર્મો જ અમર બનાવી જાય છે. આ દિવસે રફીજી અમર બની ગયા. આજે આ ઉમદા-ઉદાર-શ્રેષ્ઠ માનવી, ગાયકની ઉણપ વર્તાય છે. રફીજી જેવી ગાયકી કોઈમાં સંભળાઈ નહીં. નૌશાદ એ બાર-તેર વર્ષના છોકરાને શાહજહાંના કોરસ ગીતમાં શોધી લાવેલા, એ છોકરડો કોહીનુર હીરાની જેમ ઝબકી ગયો ને આપણને રફીજી મળી ગયા. અવાજ તો જાણે એવો કે ગાંધર્વની દુનિયાનો તારલો. જીવ્યા ત્યાં સુધી સૂરની સૂરાવલી પાથરી ગયા. ભજનો-રાષ્ટ્રગીતો, રોમેન્ટિક ગીતો-ગમ ભરેલાં ગીતો કોઇ પણ ગીતો રફીજી સરસ રીતે ગાઈ લેતા.

હું તો સાવ નાની પણ આ સ્વર મારા નાનકડા મનને મોહી લેતો. કોણ રફીજી શું ગીતો? વગેરેની કંઇ પણ કેવી જાણકારીને કેવી વાત? બસ આ સ્વર નાનપણથી હૃદયપટ પર છવાયેલો તે આજ સુધી છે. દુનિયા કે રખવાલે, નાચે મન મેરા મધુબન મેં. ગની ભાઈની ગઝલ, પંજાબી-ગુજરાતી મરાઠી બંગાળી- હિંદી સિનેમાગીતોના ગાયક એટલે બેતાજ બાદશાહ રફીજી. દિલિપકુમાર, રાજેન્દ્રકુમાર, શમ્મીકપૂરનો અવાજ- શશીકપૂરના સૌથી વધુ ગીતો ગાનારા રફીજીએ તે રેકોર્ડ કરી નાંખેલો. જાણે સૌનો પોતાનો અવાજ! બડી મસ્તાની કૈ મેરી મહેબુબા… મેરે દેશમેં… તો ઋષિકપૂર પણ એમના અવાજના દિવાના…. 1980થી શૂન્ય કાળ વર્તાઈ રહ્યો છે. રફીજી તમે અમર છો.
સુરત     – જય રાણા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top