World

ચાર વર્ષ બાદ FATFની ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર, પેરિસમાં યોજાયેલી મહત્વની બેઠકમાં નિર્ણય લેવાયો

નવી દિલ્હી: મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણની તપાસમાં નિષ્ફળ ગયા બાદ 2018 થી FATF ની ગ્રે લિસ્ટની (Gray List) સાંકળમાં રહેલા પાકિસ્તાન (Pakistan) માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. આખરે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર આવી ગયું છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF), એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગના મામલાઓ પર નજર રાખે છે તેઓની એક મહત્વની બેઠક પેરિસમાં મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા કે નહીં રાખવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. FATFના વર્તમાન પ્રમુખ, સિંગાપોરના ટી. રાજા કુમારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવશે.

FATFના નિવેદન અનુસાર, પાકિસ્તાન હવે FATFની વિસ્તૃત દેખરેખ પ્રક્રિયા હેઠળ નથી. તેઓ એશિયા/પેસિફિક ગ્રૂપ (એપીજી) સાથે મની લોન્ડરિંગ પર કામ કરવાનું ચાલુ રાખશે જેથી એન્ટી મની લોન્ડરિંગ અને એન્ટી ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ સિસ્ટમ (એએમએલ/સીએફટી)માં વધુ સુધારો થશે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેના AML/CFT શાસનમાં સુધારો કરવામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું છે, એમ નિવેદનમાં તેઓએ જણાવાયું છે. પાકિસ્તાને તેના AML/CFT શાસનની અસરકારકતાને મજબૂત બનાવી અને FATF દ્વારા ઓળખવામાં આવેલી વ્યૂહાત્મક ખામીઓના સંદર્ભમાં તેની એક્શન પ્લાનની પ્રતિબદ્ધતાઓને પહોંચી વળવા તકનીકી ખામીઓને દૂર કરી છે.

FATF અનુસાર, પેરિસમાં FATFની પૂર્ણ બેઠકમાં ઉચ્ચ જોખમવાળા વિસ્તાર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય રીતે FATF બ્લેક લિસ્ટ તરીકે ઓળખાય છે. આ યાદીમાં મ્યાનમારનો ઉમેરો થયો છે. એ જ રીતે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી), તાન્ઝાનિયા અને મોઝામ્બિકને ગ્રે લિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે. FATF પ્રમુખ ટી રાજા કુમારે કહ્યું કે FATF વારંવાર રશિયાના યુક્રેન પરના આક્રમણની નિંદા કરે છે. આ અઠવાડિયે સંપૂર્ણ ચર્ચા કર્યા પછી, FATF એ વધારાના પ્રતિબંધો લાદવાનું નક્કી કર્યું, જેમાં રશિયાને વર્તમાન અને ભાવિ પ્રોજેક્ટ્સમાંથી પ્રતિબંધિત કરવા અને FATF સભ્ય તરીકે FATFની પ્રાદેશિક ભાગીદાર સંસ્થાઓની બેઠકોમાં રશિયાને ભાગ લેવાની મંજૂરી ન આપવી.

ભારત વિરોધી આતંકવાદી જૂથો સામે આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનની રાજકીય પ્રતિબદ્ધતાઓ વિશે પૂછવામાં આવતા, FATF પ્રમુખ ટી રાજા કુમારે કહ્યું કે પાકિસ્તાન 2018 થી ગ્રે લિસ્ટમાં છે. તેણે જે પગલાં લેવાં હતાં તેની યાદી હતી અને પાકિસ્તાને તેને અનુસર્યું છે. તેમણે કહ્યું કે FATFની તપાસ ટીમ પાકિસ્તાન ગઈ હતી. અધિકારીઓ સાથે વાત કરી હતી. પરિસ્થિતિ પર નજર રાખી અને ચકાસણી પણ કરી હતી. પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી ઉચ્ચ-સ્તરીય રાજકીય પ્રતિબદ્ધતા હતી, માત્ર તેઓને જે પગલાં લેવાની જરૂર છે તેના અમલીકરણ માટે જ નહીં, પણ ચાલુ સુધારા માટે પ્રતિબદ્ધતા પણ હતી. અગાઉ હોંગકોંગ સ્થિત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બસીર નાવેદે જણાવ્યું હતું કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ 500 થી વધુ વિકૃત અને અજાણ્યા મૃતદેહોની નોંધ લેવી જોઈએ. જણાવી દઈએ કે પાકિસ્તાનના મુલતાનમાં એક સાર્વજનિક હોસ્પિટલના ટેરેસ પરથી મૃતદેહો મળી આવ્યા હતા.

Most Popular

To Top