સુરત: વાંસદા નાનાપોંઢાથી પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા હોવાના સામચાર સામે આવ્યા છે. જો કે પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલી કારની મહિલા માલિકનું નામ નહિ ખોલવા રૂપિયા 1.50 લાખની લાંચ માગનાર 3 પોલીસ કર્મીઓને ACB એ લાંચ લેતા રાગેહાથે ઝડપી પાડયા હતા. વાંસદાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપરથી ઝડપાયેલા લાંચિયા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ACB એ જણાવ્યું હતું કે, નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં પોલીસે એક સ્વિફ્ટ કાર કબજે લીધી હતી અને ચોપડે પાયલોટીંગ કરતા હોવાનુ બતાવ્યું હતું. આ સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર હતી. જે ગુનામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે 1.50 લાખની લાંચની માંગણી કરાઈ હતી.
વધુમા જણાવ્યું હતું કે, લાંચની રકમ આપવા નહિ માંગતા ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા ફરિયાદ લઈ લાંચના છટકુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારનારની ટેલીફોન ઉપર વાતચીત કરી તેઓએ રૂપિયા મળી ગયા હોવાની સહમતી દર્શાવનાર અને સ્થળ પર પકડાઈ જનાર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી એકને એ.સી.બી. દ્વારા ડિટેઇન કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેપિંગ અધિકારી તરીકે કે.આર.સક્સેના પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા સ્ટાફ અને સુપરવિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતએ જવાબદારી નિભાવી હતી.
આરોપી ઓના નામ:
(1) સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ રહે. નવા ફળીયુ, કરચોંડ ગામ, તા.કપરાડા જી.વલસાડ (પ્રજાજન)
(2) એ.એસ.આઈ. યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા એ.એસ.આઈ. બ.નં.૬૭૮ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે ખાનપુર તા.વાંસદા જી.નવસારી
(3) અતુલભાઈ હસમુખભાઈ પટેલ અ.હે.કો. બ.નં. ૧૦૨૬ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે. પારડી કર્મભુમી સોસાયટી જી.વલસાડ વર્ગ -૩ નાનાપોંઢા પોલીસ સ્ટેશન જી.વલસાડ