દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક મનોમંથનો પણ વહેતા થઈ રહ્યાં છે. સાથે જ કોણે મત આપવો અને કોણે ન આપવો તેમજ કંઈ પાર્ટીને સત્તામાં બેસાડી તેના સમીકરણો પણ પ્રજા માનસમાં વહેતા થયાં છે.
આવા સમયે જાે આપણે દાહોદ શહેરના વિકાસ ગાથાની વાત કરીએ વિકાસના નામે માત્ર દાહોદની પ્રજાને અંધારામાં રાખી હોય તેમ હાલના સમયમાં પ્રતિત થઈ રહ્યું છે. દાહોદને સ્માર્ટ સીટીમાં સમાવેશ કર્યા બાદ અને તે પહેલા પણ સરકાર દ્વારા અનેક ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે અને હાલ પણ અનેક વિકાસના કામો માટે પણ અઢળક ગ્રાન્ટો ફાળવવામાં આવી જ રહી છે પરંતુ શું આ તમામ ગ્રાન્ટો સાચા અર્થમાં દાહોદમાં વિકાસ કામોમાં સાચા અર્થમાં વાપરવામાં આવી રહી છે કે કેમ તે મનોમંથન કરવાનો જનતાને હવે સમય પાકી ગયો છે.
વર્ષાે દાહોદ શહેરમાં અનેક કાઉન્સીલરો, પ્રમુખ, કાર્યકરો વિગેરે પાલિકા સત્તાથી લઈ અનેક પદો પર કાર્ય કરી ચુંક્યાં છે. તે પછી પ્રમુખ હોય, કોર્પેોરેટરો હોય કે પછી લાગતા વળગતાં હોદ્દેદારો હોય કે પછી સરકારી અધિકારીઓ હોય તમામ પાસે આ ગ્રાન્ટોને જનતાની સુખાકારી, પ્રજાલક્ષી કાર્યાે તેમજ સુવિધાઓ પુરી પાડવા માટે આ ગ્રાન્ટોનો શું સાચા અર્થમાં વપરાશ કરવામાં આવ્યો છે કેમ? તે પણ વિચાર માંગી લેતો પ્રશ્નો દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામ્યાં છે.
જાેવા જઈએ તો સરકારશ્રી દ્વારા દાહોદના વિકાસ માટે અત્યાર સુધી કરોડો રૂપીયાની અધધ.. ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ ગ્રાન્ટોના ઓન પેપર રેકોર્ડ તપાસ કરવામાં આવે તો કરોડ રૂપીયાના ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ ખુલે તેમ છે.
દાહોદમાં સત્તા પ્રાપ્ત માટે તલપાપડ થતાં તમામ પાર્ટીના ઉમેદવારો માત્ર પોતાના જ અંગત લાભ માટે સત્તા મેળવવાની લાલશામાં હાલ ચુંટણી જીતવા ધમપછાડઓ કરી રહ્યાં છે.
કારણ કે, સત્તા પ્રાપ્તિ બાદ સરકારશ્રીની ગ્રાન્ટો પર તેમની નજરો પણ બેઠેલી હોય છે. પ્રજાના હિતને ધ્યાનમાં ન રાખી સત્તા પ્રાપ્તિ માટે તલપાપડ બનેલા પાર્ટીના આ લોકો માત્ર પોતાના જ ખિસ્સા તેમજ બેન્ક બેલેન્સ ભરવા આકુળ વ્યાકુળ બની રહ્યાં છે. સાચા અર્થમાં સત્તા પ્રાપ્તિનો સાચો હેતુ પ્રજાના હિતલક્ષી કામકાજ માટે નહીં પરંતુ પોતાના આર્થિક લાભ માટે જ સત્તા પ્રાપ્તિની લાલસા પાર્ટી પક્ષમાં રહી છે.
વિકાસના નામે માત્ર દાહોદવાસીઓને કોણીએ ગોળ ચોટાડ્યો જ છે. આવા સમયે મતદારોએ પણ આ વખતે પોતાના મતનો સાચો ઉપયોગ કરવો જાેઈએ તે અતિઆવશ્યક બની રહ્યું છે. તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ પાસે વિવિધ યોજનાઓ પૈકી કેટલા નાણાં વાપર્યા અને ક્યા વિકાસના કામો પાછળ આ નાણાં ખર્ચા તેનો તમામ હિસાબ માંગવાનો મતદારોને અધિકાર છે.
વિકાસમાં વર્ષાેથી ફાળવેલ ગ્રાન્ટોની સીલસીલા બંધ વિગતો છે તે હવે આ વિગતો જાેઈ જાહેર જનતાએ તે નક્કી કરી લેવું પડશે કે, સરકાર દ્વારા ફાળવેલ આ વિકાસ કામ માટે ફાળવેલ અધધ રૂપીયો ક્યાં ગયો તેનું સાચા અર્થમાં પ્રજાને હવે અવલોકન કરવું તે અતિ આવશ્યક બની રહ્યું છે.