રૂપાણી સરકાર વખતે જે લોકો સત્તામાં ટોપ પર હતા હવે સરકાર બદલાયા પછી ભાજપના આ કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલે એવી ટકોર કરી હતી કે જો રિસાયા તો હાથમાં કશુંય નહીં આવે. એટલે રિસાયાવગર પાર્ટીના કામે લાગી જાવ.
પટેલે ભાજપના સ્નેહ સંમેલનમા કહયું હતું કે, રિસાયેલા ભૂક્યા રહે અને બાકીના ખાઈપીને આંનંદ કરે, એટલે વિવાદ છોડીને માત્ર પક્ષના કામે લાગી જાવ. ભાજપના કેટલાંક નારાજ નેતાઓને આડકતરો સંદેશ આપતા સીએમ પટેલે કહ્યું હતું કે રિસાણા તો કાંઈ હાથમાં નહીં આવે. મોટો કુંટબમાં રહેતા હોય ત્યારે રિસાય એ ભૂખ્યો સૂઈ રહે અને બાકીના ખાઈ પીને આનંદ કરે, એવું ના કરો તેનાથી વધુ નુકસાન થશે. એના કરતાં બધાં જ વિવાદો છોડીને માત્ર પક્ષના કામે લાગી જાવ. પરિવાર મોટો હોય તો તેમાં કેટલાંક સભ્યોમાં નારાજગી હોય તે સ્વાભાવિક છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના સ્નેહ મિલન સમારંભમાં દાદાએ કહ્યું હતું કે, કેટલાંક પાર્ટીના કેટલાંક લોકો મીડિયામાં ફોટા પડાવીને ઘરે જઈને સૂઈ જાય છે. પીએમ નરેન્દ્ર મોદી સતત કામ કરી રહ્યા છે. આજે સીએમ પટેલે હિંમતનગર તથા મોરબીમાં ભાજપના સ્નેહ મિલન સમારંભોમાં હાજરી આપી હતી.