Trending

ઝાકિર હુસૈન, શંકર મહાદેવને ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ગ્રેમી એવોર્ડ જીત્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય કલાકારોના ફ્યુઝન બેન્ડ શક્તિએ (Shakti) 5 ફેબ્રુઆરીએ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ગ્રેમી એવોર્ડ (Grammy Awards) જીત્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેમી વિજેતા બેન્ડ શક્તિના સભ્ય ઝાકિર હુસૈન અને સંગીતકાર-ગાયક શંકર મહાદેવન, ગણેશ રાજગોપાલન અને સેલ્વગણેશને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમના એક્સ પર એક પોસ્ટ શેર કરીને ભારતીય ગાયકો અને વાદકોના વખાણ કર્યા છે.

ભારતીય ગ્રેમી વિજેતા ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન, ગણેશ રાજગોપાલન અને સેલ્વગણેશને ફ્યુઝન બેન્ડ શક્તિ દ્વારા 5 ફેબ્રુઆરીએ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ગ્રેમી જીતવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતી પોસ્ટ શેર કરી છે. ગ્રેમી એવોર્ડ 2024 લોસ એન્જલસમાં યોજાયો હતો. આ મોમેન્ટ માટે શક્તિને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. આ આલ્બમમાં ચાર ભારતીયો તેમજ બ્રિટિશ ગિટારવાદક જોન મેકલોફલિન છે. ગ્રેમી એવોર્ડ 2024માં ભારતની આ મોટી સફળતા પર પીએમ મોદીએ ભારતીય કલાકારોના ખૂબ વખાણ કર્યા છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
ઝાકિર હુસૈન અને શંકર મહાદેવનને અભિનંદન આપતા પીએમ મોદીએ લખ્યું, ‘#GRAMMYsમાં તમારી અદભૂત સફળતા માટે @ZakirHtabla, @Rakeshflute, @Shankar_Live, @kanjeeraselva અને @violinganeshને અભિનંદન, તમારી આખી ટીમની પ્રતિભા અને સંગીત પ્રત્યે સમર્પણે ભારતના લોકોના દિલ જીતી લીધા છે. ભારતને ગર્વ છે. આ સિદ્ધિઓ તમારી મહેનતનો પુરાવો છે. તે કલાકારોની નવી પેઢીને સંગીતમાં મોટું સ્વપ્ન જોવા અને કંઈક મહાન સિદ્ધ કરવાની પ્રેરણા પણ આપશે.’

ઝાકિર હુસૈન, ગાયક શંકર મહાદેવન, પર્ક્યુશનિસ્ટ વી સેલ્વગનેશ, જ્હોન મેકલોફલિન અને વાયોલિનવાદક ગણેશ રાજગોપાલનનું બનેલા ફ્યુઝન બેન્ડ શક્તિએ 5 ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં યોજાયેલા ગ્રેમી એવોર્ડ્સમાં ગ્લોબલ મ્યુઝિક આલ્બમ એવોર્ડ જીત્યો છે. ઝાકિર હુસૈન અને શંકર મહાદેવનને તેમના નવા આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઈએ કે 1973માં ઈંગ્લિશ ગિટારવાદક જોન મેકલોફલિને ભારતીય વાયોલિન પ્લેયર એલ. શંકરે તબલાવાદક ઝાકિર હુસૈન અને ટી. એચ. ‘વિક્કુ’ વિનાયક્રમ સાથે ફ્યુઝન બેન્ડ ‘શક્તિ’ શરૂ કર્યું હતું.

Most Popular

To Top