નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ દેશના 80 કરોડ લોકોને મફતમાં (Free) અનાજ (Grain) આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિયમંત્રી પીયુષ ગોયલએ કેબિનેટ બેઠક દરમ્યાન જાણકારી આપતા કહ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે દેશના 80 કરોડ લોકોને હજું એક વર્ષ સુધી મફતમાં અનાજ મળશે. જણાવી દઈએ કે આ નિર્ણય પછી કેન્દ્ર સરકારના માથે 2 લાખ કરોડનો બોજો વધશે. જણાવી દઈએ કે આ યોજના પ્રથમ તબક્કામાં 3 મહિના એટલે કે એપ્રિલ-જૂન 2020 માટે માર્ચ 2020માં લાગુ કરવામાં આવી હતી.
વધારામાં પીયુષ ગોયલે જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારાના અધિનિયમ ઘઉં, ચોખા જેવા ધાન્ય 3 તેમજ 2 રુપિયા કિલોના ભાવે મળશે. સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી લોકોને અનાજ મફતમાં મળશે. જણાવી દઈએ કે કોરોના કાળમાં ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારે આ યોજના શરુ કરી હતી. આ પહેલા સરકારે 28 મહિનાઓ સુઘી ગરીબ લોકોને મફતમાં અનાજ પહોંચાડવા માટે 1.80 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની વાત કરીએ તો માર્ચ 2020માં કોરોનાકાળ સમયે આ યોજના સરકાર દ્વારા ગરીબ લોકોને અનાજ પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ દેશની 80 કરોડની વસ્તીને મળ્યો હતો. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધરવનારાઓને દર મહિને એક વ્યકિત દીઠ 4 કિલો ઘઉં તેમજ 1 કિલો ચોખા મફતમાં મળી રહ્યાં છે.
આ યોજના પ્રથમ તબક્કામાં 3 મહિના એટલે કે એપ્રિલ-જૂન 2020 માટે માર્ચ 2020માં લાગુ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યોજનાના 7 તબક્કાઓ છે. માર્ચ 2022માં તેને 6 મહિના માટે એટલે કે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. તે પછી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર અને હવે કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને એક વર્ષ માટે લંબાવી છે. જેથી ગરીબ લોકોને અનાજ પૂરું પાડી શકે.