Charchapatra

GPSC : એક મીઠી ફરિયાદ!

અમદાવાદ સ્થિત GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ કાર્યરત છે. આમ તો તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. પણ!! GPSC તેની Website પર પ્રોફેશનલ કોર્સીસમાં થતી – પદવીની GPSCની પરીક્ષાઓ નિયમિત જાહેર કરતું જ નથી! સરકારી અમલદારો, રાજકારણીઓ, પક્ષના હોદ્દેદારો-જેવા જવાબદારો આમા કામ કરે છે. વળી GPSC ની પરીક્ષા કોઈવાર બે ત્રણ વર્ષે થાય, એટલે નોકરી કરતાં – અમલદારોને વેતનમાં બઢતી, પ્રમોશન, બઢતી જેવા મહત્ત્વના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું આ સળગતા પ્રશ્નોનો GPSC કોઈ જવાબ છે?
સુરત     – ડો.અનુકૂલ એમ.નાયક           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હાઇવે ઉપર વૃક્ષોની રોપણી
ગુજરાતમાં બધા હાઇવે ઉપર વૃક્ષોની રોપણી કરવી જોઈએ, જરૂર પડે તો ખેતરની વાડની અંદર પણ કરવી જોઈએ તેની માવજત પણ શરૂઆતમાં બે વર્ષ સરકારી ખાતુ કરે અને ત્યારબાદ ખેડૂતને સોંપી દેવાનું હોય. વૃક્ષોની પસંદગીમાં લીમડા ,આંબા ,પીપળા ,કોઠા, જામ્બુ, સરગવો, આંબળા વગેરે અનેક વૃક્ષો રોપી શકાય. આ કારણે રસ્તાઓ ઠંડા રહે છે. વાયુનું થતું પ્રદૂષણ નિયંત્રણમાં આવશે, શહેરી વસવાટથી દૂર હોવાને લીધે તેને કોઈ નુકસાન નહિ પહોંચાડી શકશે, રસ્તાની સુંદરતા વધશે. આમ હાઇવે પર વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો ફાયદો પણ વિચારી શકાય.
અમદાવાદ         – નીતિન શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top