Sports

આઇપીએલમાં ખેલાડીના મોનિટરીંગ માટે જીપીએસની મદદ લેવાશે

વિશ્વની સૌથી પ્રભાવશાળી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે અને હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ કોરોના પ્રોટોકોલનું કડકાઇ પૂર્વક પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રોટોકોલ હેઠળ બાયો બબલમાં હાજર દરેક ખેલાડીનું મોનિટરિંગ કરવામાં આવશે. તેના માટે જીપીએસ ડિવાઇસની મદદ લેવાશે આ સાથે જ સંપૂર્ણ લીગ દરમિયાન દરેક ટીમ સાથે 4-4 કોરોના અધિકારીની નિમણૂક કરાશે. લીગની પહેલી મેચ 9મી એપ્રિલે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે અને ફાઇનલ 30મી મેએ રમાશે.

ખેલાડી બાયો સિક્યોર બબલમાં રહે અને જે વિસ્તાર નિર્ધારિત કરાયો છે તેની બહાર ન જાય તેના માટે નજર રાખવા માટે દરેક ખેલાડીને ટ્રેકિંગ ડિવાઇસ આપવામાં આવશે. આ ડિવાઇસ રિસ્ટ બેન્ડ અથવા તો ચેન સ્વરૂપે હશે જે ખેલાડીઓએ હોટલના રૂમમાંથી બહાર નીકળતા પહેરવી પડશે.

આ ડિવાઇસ ખેલાડીઓને જાણતા અજાણતામાં બાયો બબલ તોડવાથી રોકવામાં મદદ કરશે. તેનાથી ખેલાડીઓને માહિતી મળશે કે કયા સ્થળે જવું અને કયા સ્થળો બાયો બબલ હેઠળ આવે છે. જેવો ખેલાડી બાયો બબલ એરિયાથી બહાર હશે તેવો ડિવાઇસમાંથી તેને એક સાંકેતિક સિગ્નલ મળશે અને ખેલાડી એલર્ટ થઇ શકશે.

ખેલાડીઓએ પહેરેલી આ ડિવાઇસ સેન્ટ્રલ પેનલ સાથે જોડાયેલી હશે, અને એ બોર્ડ દ્વારા જાણી શકાશે કે કયો ખેલાડી બાયો બબલનો ભંગ કરી રહ્યો છે. બાયો બબલનો ભંગ કરનારા ખેલાડીઓએ ફરીથી 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને તેણે ફરીથી કોરોના ટેસ્ટિંગ કરાવવું પડશે. તેનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવે તે પછી જ તે બાયો સિક્યોર બબલમાં પ્રવેશી શકશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top