National

સરકાર ખાલી વાતો કરવાને બદલે નક્કર પગલાં લે: મારૂતિના ચેરમેન

ઓટો ઉદ્યોગના અગ્રણીઓ મારૂતિ સુઝુકી ઈન્ડિયાના આર સી ભાર્ગવ અને ટીવીએસ મોટર્સના વેનુ શ્રીનવાસે બુધવારે સરકારી અધિકારીઓ પર માત્ર વાતો કરવા અને છેલ્લા કેટલાંક વર્ષોથી વેચાણમાં ઘટાડાને વધારવા માટે કોઈ ‘નક્કર પગલાં’ ન લેવા બદલ પ્રહારો કર્યા હતા.

ઉદ્યોગની સંસ્થા એસઆઈએએમના 61મા વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા પીઢ ઉદ્યોગકારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભારતના વિકાસમાં ઓટો ઉદ્યોગના યોગદાનની ઓળખ કરવામાં આવી નથી અને દુ:ખ વ્યક્ત કર્યું કે કાર આજે પણ લગ્ઝરી માનવામાં આવે છે જે માત્ર પૈસાદાર લોકો ખરીદી શકે છે.

મારૂતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન ભાર્ગવે કહ્યું હતું કે ‘અમે એ સ્થિતિથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં ઉદ્યોગમાં લાંબા સમયથી ઘટાડો થઈ રહ્યો છે.’આ પહેલાં દિવસની શરૂઆતમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ઓટો ઉદ્યોગની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું ‘ઓટોમોબાઈલ સેક્ટર વગર ભારત માટે લાંબા સમય સુધી ઉચ્ચ દરથી વિકાસ કરવો અશક્ય છે કારણ કે તે ભારતના વિકાસનો મહત્વનો ચાલક છે.’

ભાર્ગવે કહ્યું હતું, ‘ઓટોમોબાઈલ સેક્ટરની મહત્વતા અંગે ઘણા બધા નિવેદનો થયા છે પણ વેચાણમાં ઘટાડાને દૂર કરવા માટે કોઈ નક્કર પગલા દેખાયા નથી.’ભાર્ગવે કહ્યું હતું, ‘ઉચ્ચ વેરા માળખું, પ્રદૂષણના અને સુરક્ષાના નવા નિયમોનું પાલન કરવા વધારાની લાગતના પગલે ઓટોમોબાઈલ્સની લાગતમાં વધારો થાય છે જેના કારણે ઉપભોક્તા માટે તે ખરીદવું મુશ્કેલ બને છે.’


ટીવીએસ મોટર કંપનીના ચેરમેન અને એમડી વેણુ શ્રીનિવાસને પણ આ જ પ્રકારના અભિપ્રાય આપતા કહ્યું હતું ટુ-વ્હીલર દેશમાં પરિવહન માટે આધારભૂત સાધન છે તેના પર 28 ટકા જીએસટી લાગે છે જે વૈભવી ઉત્પાદ પર લાગતા ઉચ્ચતમ વેરા જેટલો છે.

Most Popular

To Top