Entertainment

ગોવિંદાનું 30 વર્ષ નાની મરાઠી એક્ટ્રેસ સાથે અફેર, શું પત્નીને આપશે ડિવોર્સ?

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. હવે એવા સમાચાર છે કે બંનેના લગ્ન જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. એવા અહેવાલો છે કે ગોવિંદાનું લગ્નેત્તર સંબંધ છે અને તેના છૂટાછેડા અંતિમ તબક્કામાં છે.

એવા અહેવાલો છે કે ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે. એક પોસ્ટ મુજબ ગોવિંદા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. સુનિતાએ તાજેતરના ઘણા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેર વિશે સંકેતો આપ્યા છે. તેઓ બંને અલગ અલગ ઘરમાં રહે છે. કારણ કે તેમના સમયપત્રક મેળ ખાતા નથી.

જોકે, ગોવિંદા અને સુનિતા દ્વારા છૂટાછેડા અને લગ્નેત્તર સંબંધો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે આ સમાચારોમાં કેટલી સત્યતા છે તે ફક્ત ગોવિંદા અને સુનિતા જ કહી શકે છે.

સુનિતા ગોવિંદા સાથે નથી રહેતી?
સુનિતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગોવિંદા સાથે રહેતી નથી. સુનિતાએ કહ્યું હતું કે તેઓ મોટા ભાગે અલગ રહે છે. સુનિતા તેના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે.

આ સિવાય સુનિતાએ કહ્યું હતું કે, હું પહેલા ખૂબ જ સુરક્ષિત અનુભવતી હતી. પણ હવે નહીં. 60 વર્ષ પછી લોકો વૃદ્ધ થઈ જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂરા કર્યા છે. કોણ જાણે તે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું હવે 60 વર્ષનો થઈ ગયો છે, ગાંડા જેવું વર્તન ના કર. ક્યારેય કોઈ પણ પુરુષ પર વિશ્વાસ ન કરો. લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. તે ક્યાં જશે?

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થયા હતા. બંનેના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા. તે સમયે સુનિતા માત્ર 18 વર્ષની હતી. આ લગ્નથી સુનિતા અને ગોવિંદાને બે બાળકો છે ટીના અને યશવર્ધન.

ગોવિંદાના મેનેજરે શું કહ્યું?
ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ આ મામલે જણાવ્યું કે, પરિવારના કેટલાંક લોકો દ્વારા અપાયેલા નિવેદનોના લીધે કપલ વચ્ચે કેટલાંક મતભેદો સર્જાયા છે. તેનાથી વધુ કશું જ નથી. ગોવિંદા એક ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યાં છે, તેના માટે અનેક આર્ટિસ્ટ તેમની ઓફિસ આવી રહ્યાં છે. અમે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા પ્રયાસ કરી રહ્યાં છે. ગોવિંદાએ આ મામલે કોઈ જવાબ ન આપતા કહ્યું, હું મારી ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યો છું. ગોવિંદાની પત્નીનું હજુ સુધી કોઈ રિએક્શન આવ્યું નથી.

Most Popular

To Top