નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) નવી વેરિફિકેશન સિસ્ટમના (Verification System) રંગો હવે સાઈટ પર દેખાવવા લાગ્યા છે. સરકારી અધિકારીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના ટ્વિટર એકાઉન્ટના નામ સાથે હવે ગ્રે ટિક (Gray Tick) દેખાવવા લાગ્યા છે. જો કે હજી પણ આ ગ્રે ટિકનો નિયમ સંપૂર્ણપણે એપડેટ થયો નથી. ઘણા રાજકારણીઓના હેન્ડલ્સમાં હજી પણ બ્લૂ ટિક દેખાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) અને અમિત શાહના (Amit shah) ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક (Blue tick) હટાવી દેવામાં આવ્યું છે. અને તેમના એકાઉન્ટ પર ગ્રે ટિક દેખાવા લાગ્યું છે.
પીએમ મોદી અને જો બિડેનના એકાઉન્ટની ટિક બદલાઈ
ટ્વિટર એ ગ્રે વેરીફાઈ ટિક લોન્ચ કર્યા પછી, તે પણ આજે લાઈવ થઈ ગયું. આ સાથે જ વિશ્વના કેટલાક નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી દેવામાં આવ્યા છે અને તેમના ટ્વિટર પર ગ્રે ટીક દેખાવવા લાગ્યું છે. જો કે, તે હાલમાં પીએમ મોદી અને યુએસ પ્રમુખ જો બિડેન સહિત માત્ર કેટલાક એકાઉન્ટ્સ પર જ દેખાય રહ્યું છે. આ સિવાય યુકેના પીએમ ઋષિ સુનક સહિત ઘણા રાજકારણીઓની ટ્વિટર પ્રોફાઇલ પર ગ્રે ટિક દેખાઈ રહ્યા છે.
ટ્વિટરે બ્લૂ ટિક સેવામાં ઘણા ફેરફારો કર્યા
એલોન મસ્કે નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને ઘટાડવા માટે ટ્વિટરના કેટલાક ફિચર્ડ ચેન્સ કરવામાં આવ્યા હતા. નવા બ્લૂ સાઇન અપ બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે આ સેવા અમેરિકા સહિત કેટલાક દેશોમાં ફરી શરૂ કરવામાં આવી છે. આ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે.
મસ્કએ ત્રણ રંગીન ટિક જાહેર કર્યા
13 ડિસેમ્બરે ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર કર્યો હતો. ટ્વિટરના માલિક મસ્કએ કહ્યું હતું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકારી એકાઉન્ટ્સ માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિક હશે (સેલિબ્રિટી કે નહીં). આ સાથે, તમામ વેરિફાઇડ એકાઉન્ટ્સને મેન્યુઅલી પ્રમાણિત કરવાનું કહેવામાં આવ્યું હતું.
‘Twitter Blue’ સબસ્ક્રિપ્શન પણ શરૂ થયું
મસ્કે અગાઉ અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે અલગ-અલગ રંગોના ઉપયોગ વિશે ટ્વિટ કર્યું હતું, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી હતી. એક અહેવાલ અનુસાર, ટ્વિટરના પોતાના ટ્રસ્ટ અને સુરક્ષા કર્મચારીઓની ચેતવણીઓ છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું ‘ટ્વિટર બ્લુ’ સબસ્ક્રિપ્શન શરૂ થઈ ગયું છે. હાલમાં જ મલ્ટી-કલર્ડ વેરિફિકેશન સિસ્ટમ પર બોલતા મસ્કે કહ્યું કે આ કામ મુશ્કેલ છે, પરંતુ તે જરૂરી છે.
ટ્વિટર પરથી કૂ એકાઉન્ટ સસ્પેન્ડ
તમને જણાવી દઈએ કે કૂનું એકાઉન્ટ (kooeminence) ટ્વિટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની માહિતી કંપનીના ફાઉન્ડર મયંક બિડવાટકાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરી છે. આ પહેલા ટ્વિટર દ્વારા અનેક વૈશ્વિક મીડિયા સંસ્થાઓના એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. koo ટ્વિટર પછી એક લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ બની ગયું છે અને કદાચ આ જ કારણ છે કે હવે ટ્વિટર તેને તેના મજબૂત હરીફ તરીકે જોઈ રહ્યું છે. કૂના એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા બાદ તેના ફાઉન્ડર મયંકનું નિવેદન સામે આવ્યું છે અને તેણે કહ્યું છે કે આ માણસને વધુ કેટલા નિયંત્રણની જરૂર છે.