Charchapatra

મોંધી વિજળી આપતી સરકાર લોકો પાસે સસ્તી વીજળી માંગે છે

સરકાર ગમે તે હોય, રાજ્યની હોય કે દેશની, કોઈ પણ પક્ષની હોય, પ્રજા વિષે વિચારતી જ નથી. સ્લોગનો અને જાહેરાતોમાં અધધધ ખર્ચ કરે છે. જ્યારે પ્રજાને નાણાં આપવાની વાત આવે ત્યારે ‘આંખ આડા કાન’ કરે છે. હાલમાં સરકારે પ્રજાને વિજળી મોંઘી પડે અને વ્યવસ્થિત મળતી નથી એટલે સોલાર પધ્ધતિ પર વજન આપ્યું છે ! સૂર્યના તાપથી વિજળી પેદા કરી તેનો ઉપયોગ કરવાનું પ્રજાને આવહાન કર્યુ છે. પરંતુ એ વિચાર નથી કર્યો કે સોલાર પધ્ધતિ અપનાવવામાં ખર્ચ કેટલો થશે ! વિજળી સસ્તી પડશે એમ ફક્ત જાહેર કર્યુ છે. હાલમાં હજી સરકારને વિજળી ઉત્પાદકો પાસે વિજળી લેવી પડે છે. હાલમાં હજી સરકારને વિજળી ઉત્પાદકો પાસે વિજળી લેવી પડે છે. જેના ભાવ તરફ નજર દોડાવો તો સામાન્ય રીતે વિજળી ઉત્પાદકો પાસે – ધુવારણ, ઉતરાણ વગેરે પાસે – સરકાર 5.50ના ભાવે વિજળી લે છે. અદાણી જેવા ઉદ્યોગપતિ પાસે તો 8.80 રૂા.ના ભાવે વિજળી ખરીદે છે.

કારણ ગરજ છે. એમાં પ્રજાનાં નાણાં કેટલાં વેડફાય છે તેનો વિચાર કદી થતો નથી. પ્રજાને સોલાર વિજળી ઉત્પાદનું સ્લોગન આપી પ્રોત્સાહન આપવા જાહેરાત કરી. પરંતુ પ્રજા લાખો રૂપિયા ખર્ચી પોતાનાં મકાન પર સોલાર પ્લાન્ટ નાંખે છે. છતાં તેને સરકાર 2.50 રૂા. નો ભાવ આપે છે. આમ સરકાર બે ધારી નીતિ અપનાવી પ્રજાને છેતરે છે. વધારાની સોલાર વિજળી સરકાર ખરીદે છે અને પ્રજાની મઝાક ઓછામાં ઓછો ભાવ આપી કરે છે. ખરેખર પ્રજા પાસે સરકારે 7.30 રૂા. ના ભાવે વિજળી લેવી જોઈએ જેથી બીજા બધાં લોકોને પણ સોલાર પાછળ ખર્ચ કરવાની હિંમત થાય ! પરંતુ નહીં. પ્રજાને તો ઓછું – આપવું પ્રજા સોલાર પ્લાન્ટ નાંખી આશા રાખે છે એણે કરેલો ખર્ચ જલ્દીમાં જલ્દી વસુલ થાય.
પોંડીચેરી          – ડો. કે.ટી.સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top