નવી દિલ્હી (New Delhi): કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ (Road Transport and Highways – MoRTH) પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરુવારે સંસદમાં જાણ કરી હતી કે સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને (Vahan and Sarathi database) ખાનગી સંસ્થાઓને વેચી દીધો છે. મંત્રીએ કહ્યું કે કેન્દ્રએ વાહનોના ડેટા વેચીને 100 કરોડથી વધુની આવક એકઠી કરી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાનના જણાવ્યા મુજબ વહન અને સારથી ડેટાબેઝને કાયદા અમલીકરણ એજન્સીઓ, ગૃહ મંત્રાલય, ઓટો, નૂર અને વીમા કંપનીઓ સહિતના 170 પક્ષો સાથે વેચવામાં આવ્યો છે. તેમાં બીએમડબ્લ્યુ (BMW), એક્સિસ બેંક (Axis Bank), બજાજ એલિઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ (Bajaj Allianz General Insurance), એલ એન્ડ ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ( L&T Financial Services) અને મર્સિડીઝ બેન્ઝ (Mercedes Benz) જેવી કંપનીઓ શામેલ છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ કે કેન્દ્રને ખાનગી કંપનીઓ સાથે વાહન નોંધણીના ડેટા શેર કરીને 100 કરોડની આવક થઈ છે. લોકસભામાં પુછાતા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાને કહ્યું, “વહાન અને સારથી ડેટાબેઝને એક્સેસ આપીને સરકારે એકત્રિત કરેલી આવક 1,11,38,79,757 છે.”. મંત્રાલયે બલ્ક ડેટા શેરિંગ નીતિને (bulk data sharing policy) રદ કરી દીધી છે જે 2019 માં જાહેર કરવામાં આવી હતી જેનાથી તે ડ્રાઇવિંગ લાઇસન્સ (driving licenses) અને નોંધાયેલા વાહનો (registered vehicles) જેવા વાહનોના ડેટાને વેચી શકશે. જૂન 2020 માં પરિવહન મંત્રાલયે ગોપનીયતાની અને ડેટાના સંભવિત દુરૂપયોગને ટાંકીને જૂની નીતિને રદ કરી હતી.
ગડકરીએ એમ પણ કહ્યુ હતુ કે સરકાર આ કંપનીઓને આ ડેટા વાપર્યા પછી ડિલીટ કરી નાંખવા આદેશો આપશે. અગાઉ સરકારે નિર્ણય કર્યો હતો કે વાહનોની માહિતી વહેંચણી હવે ફક્ત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 (personal data protection bill, 2019) ના આધારે કરવામાં આવશે. નીતિ મુજબ, વેપારી કંપનીઓ અને વ્યક્તિઓને જથ્થાબંધ ડેટાબેઝની જરૂર હોય તો 3 કરોડ ચૂકવવા પડે છે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ ફક્ત 5 લાખ ડોલરના સંશોધન હેતુથી આ ડેટાને એક્સેસ કરવામાં સક્ષમ હશે. વાહન અને સારથી ડેટાબેઝમાં રજિસ્ટર્ડ વાહનો અને ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો હોય છે.