હાલમાં ઘણા સમય થયા ટી.વી. સમાચાર જોતા જાણવા મળે છે કે સરકાર તરફથી સરકારી નોકરી માટે પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ વર્ષો વિતવા છતાં તેમને નોકરી ન મળતા હવે આવા ઉમેદવારની નિયત વયમર્યાદાથી વધતા એમણે પરિક્ષા પસાર કરી હોવા છતાં નિરાશામાં પરિણમી છે અને એમણે શાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રેલી પણ કાઢવી પડી છે!! આંદોલનને સરકાર કયાં ધ્યાનમાં લે છે!! હાલમાં ગુજરાત વિધાનસભા આવા પ્રશ્નનાં જવાબથી જાણવા મળ્યું છે રાજયમાં બેરોજગાર 3092418, અર્ધ શિક્ષિત બેરોજગાર 20566, પશુ ચિકિત્સક અધિકારીની ખાલી જગ્યા 278 (માહિતિ ગુજરાતમિત્ર 7.3.21) આવી જગ્યાએ સમય મુજબ ન ભરવાથી પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.
ઉપરાંત દેશનું યુવાધનનો સદઉપયોગ ન થતા આવા યુવાનો ધનપ્રાપ્તિના અન્ય વિકલ્પ તરફ અનાયાશે દોરાય જે આવનાર સમય માટે ખૂબ ગંભીર પ્રશ્ન ઉદ્ભવી શકે. વધારાની ખેદજનક વાત તો એ છે કે સરકાર નોકરી ઇચ્છતા ઉમેદવારો જે સરકારી વિનિમય કચેરીમાં પોતાની લાયકાતના પુરાવા આપી નોંધણી કરાવતા હતા તે વિનિમય કચેરી ધીરે ધીરે બંધ થાવના સમાચાર મળ્યા!! કેમ?! એ સમજાતું નથી…?!
અમરોલી – બળવંત ટેલર –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.