વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં સરકાર હસ્તક થયેલી જમીન પર 33 દુકાન બાંધી દેવામાં આવી હતી જેની પર આજે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની સૂચનાથી કોર્પોરેશનની મદદ લઈને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના જાણી વિસ્તારનો સમાવેશ કોર્પોરેશનની હદમાં થઈ ગયાને ઘણો સમય વીતી ગયો છે તે સમયે છાણી વિસ્તારમાં જમીનનો વિવાદ ચાલતો હતો. જે જમીન છેલ્લા કેટલાક સમયથી સરકાર હસ્તક લઈ લેવાનો હુકમ થયો હતો તેમ છતાં તેની પર દુકાનો હતી અને બીજી બંધાઈ રહી હતી.
તેમાં કુલ ૩૩ દુકાનો બાંધવામાં આવી હતી. તે દુકાનો અંગે તાજેતરમાં જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો હતો અને સરકાર હસ્તક થયેલ જમીન ખુલ્લી કરવા સુચના આપી હતી. તે આધારે મામલતદાર કચેરી સીટી સર્વે અને કોર્પોરેશનની મદદથી સરકાર હસ્તક થયેલી જમીન પર બંધાયેલી ત્યાં 33 દુકાનો પર આજે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.