વડોદરા : 15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર મળ્યું હતું. જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગકુમાર પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા વાર ગુજરાતી, અંગ્રેજી માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કેટલી શાળાઓ આવેલી છે. તેમજ જિલ્લા વાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કેટલી જગ્યાઓ ભરાઈ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે.
સાથે સાથે ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવાનું આયોજન છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર મળ્યું હતું. જેમાં રાજ્યના 182 વિધાનસભાના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તારાંકિત પ્રશ્નોત્તરી કરી હતી. જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગકુમાર પટેલે વડોદરા અને દાહોદ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મામલે પ્રશ્નોત્તરી કરી હતી. સર્વ પ્રથમ તેઓએ તારીખ 31-12-2022ની સ્થિતિએ વડોદરા જિલ્લામાં જિલ્લાવાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કેટલી શાળાઓ આવેલી છે. તે પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે બીજા પ્રશ્નમાં આ સ્થિતિએ જિલ્લાવાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સરકારી અને ગ્રાન્ટેડ ઉક્ત શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કેટલી જગ્યાઓ ભરાયેલ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે ત્રીજા પ્રશ્નમાં તેમણે ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવાનું આયોજન છે. તેવો પ્રશ્ન પૂછ્યો હતો. ખંભાતના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પૂછેલા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
સરકારી શાળાઓ : ગુજરાતી માધ્યમ
ગુજરાતી માધ્યમમાં 1046 પ્રાથમિક શાળાઓ આવેલી છે માત્ર માધ્યમિક શાળા ધોરણ 9 થી 10 ની કુલ 13 શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12 ની કુલ ચાર શાળાઓ અને માત્ર ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 ની કુલ 2 શાળાઓ આવેલી છે.
સરકારી શાળાઓ : અંગ્રેજી માધ્યમ
અંગ્રેજી માધ્યમમાં કુલ 4 પ્રાથમિક શાળાઓ આવેલી છે. માધ્યમિક શાળા ધો. 9 થી 10 માં એકપણ નથી.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12 ની એકપણ નથી.માત્ર ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 ની 0 શાળા છે.
ગ્રાન્ટેડ શાળાઓ : ગુજરાતી માધ્યમ
ગુજરાતી માધ્યમમાં 42 પ્રાથમિક શાળાઓ આવેલી છે.માત્ર માધ્યમિક શાળા ધોરણ 9 થી 10 ની કુલ 76 શાળાઓ આવેલી છે.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12 માં 125 શાળાઓ આવેલી છે.જ્યારે માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11-12ની એક પણ નથી.
ગ્રાન્ટેડ શાળાઓ : અંગ્રેજી માધ્યમ
અંગ્રેજી માધ્યમમાં કુલ 1 પ્રાથમિક શાળા આવેલી છે માધ્યમિક શાળા ધોરણ 9 થી 10 માં કુલ 4 શાળા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 ની કુલ 15 શાળા અને માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11 થી 12ની એક પણ નથી.
ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક અને આચાર્યની ખાલી અને ભરાયેલ જગ્યાઓ : ગુજરાતી માધ્યમ
ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં કુલ 32 જગ્યા ખાલી છે.જેની સામે 222 ભરાય છે.પ્રાથમિક શાળામાં આચાર્યની ખાલી અને ભરાયેલ જગ્યામાં આચાર્યની નિમણૂકની કોઈ જોગવાઈ નથી.જ્યારે માધ્યમિક શાળામાં શિક્ષકોની 60 જગ્યા ખાલી દર્શાવાય છે જેમાં 210 ભરાઈ છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 156 ખાલી જગ્યા તેની સામે 617 ભરાયેલી છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યની કુલ 89 જગ્યા ખાલી દર્શાવાય છે જેની સામે
112 ભરાય છે.
ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક અને આચાર્યની ખાલી તેમજ ભરાયેલ જગ્યાઓ : અંગ્રેજી માધ્યમ
અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની 2 જગ્યા ખાલી હતી.જેની સામે 6 ભરાય છે.આમાં પણ આચાર્યની નિમણૂકની જોગવાઈ નથી.માધ્યમિક શાળાઓમાં કુલ 37 શિક્ષકની જગ્યા ખાલી હતી.જેની સામે 87 ભરાય છે.
ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 33 શિક્ષકોની જગ્યા ખાલી હતી.જેની સામે 96 જગ્યા ભરાય છે.જ્યારે આચાર્યની 4 જગ્યા ખાલી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, તેની સામે 15 જગ્યા ભરાઈ હોવાનું દર્શાવાયું છે.