સુરતની ડુમસ રોડની અદ્યતન અને જાણીતી હોસ્પિટલ ખાતે ગત માસે શહેરના એક સિનિયર સીટીજન ‘કોવિશિલ્ડ’નો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. (જો કે પહેલો ડોઝ અહિં જ રોકડા રૂપિયા 780/- અંકે રૂપિયા સાતસો એંશીપુરા ભરીને રસીદ પણ મેળવી હતી) ત્યાંની હાજર રહેલી ફરજ પરની યુવતિએ નિયમ મુજબ ફોર્મમાં વિગતો માંગી, પેલા સિ.સી.એ ફોર્મની વિગતો ભરી દીધી અને પીલ યુવતિને સોંપતા’ જ એકાદ મિનિટમાં જવાબ આપે છે કે અંકલ તમારો બીજો ડોઝ અહિં કોમ્પ્યુટરમાં લેવાઇ ગયો છે એવું જણાય છે, પૂછપરછ કરતાં જણાવે છે કે અંકલ તમારા એકલાની જ નહિં આવા તો અસંખ્ય લોકોને બીજો ડોઝ આપ્યા વિના જ સર્ટિફીકેટસ પણ અપાઇ ચૂકયા છે.
કેમકે આ સરકારને તો બને એટલી ઉતાવળે આંબા પકવવા છે. ‘ટાર્ગેટ’ (લક્ષ્યાંક) પૂરો કરવાની લ્હાયમાં આવા રોજે રોજના લોચા મારતી સરકાર છે તમારે શું કરવું છે ? કહો તો સેકન્ડ ડોઝનું સર્ટિ. આપી દઉ? સિનિયર સીટીજને ‘હા’ કહી દીધી અને બીજી મિનીટે પેલી યુવતીએ ‘સેકન્ડ ડોઝ’ લીધા બદલનું પ્રમાણપત્ર પણ આપી’ જ દીધુ હવે પેલા ભાઇ મુંજાયા કે, શું કરું ‘રસી’નો (કોવિશીલ્ડ) બીજો ડોઝ લઇ જ લેવો છે ભલે કાગળિયે બતાવે છે પણ ખરેખર તો મેં લીધો જ નથી, એટલે નિયમ મુજબ રૂપિયા 780/- સાતસો એંશી રોકડા) ફરીથી બીજા ડોઝ માટે આપી પણ દીધા. પરંતુ પેલી યુવતીએ એની ‘રસીદ’ નહિં મળશે એની ચોખવટ પહેલેથી કરી’ જ હતી. કારણ કે ઓફિશીયલી એ હોસ્પિટલના કોમ્પ્યુટર ઉપર જો ‘રસીદ’ બતાવે તો ‘બીજો’ ડોઝની ગણતરીમાં ‘લોચો’ પડી જાય એટલે વાત દોહરાવી..અંકલ તમને ‘રસીદ’ નથી આપી શકવાના ‘રસી’નો બીજો ડોઝ આપી દઇએ.
ત્યારે પેલા સિનીયર સીટીઝને વીલા મોઢે ‘હા’ પાડી દીધી. પૈસા ભલે લો પણ, મારે હકીકતમાં બીજો ડોઝ લેવો જ છે અને આખરે બેઉ પક્ષે વીલા મોઢે ‘સેકન્ડ ડોઝ’ની કાર્યવાહી સંપન્ન થઇ. અહિં નોંધવુ રહે કે આીને આવી ઉતાવળી સરકાર આમ જ ટાર્ગેટ પૂરો કરવા જઇ રહી છે. એમા સામે પક્ષે ‘લોકશાહી’ને નિર્મૂળ કરી સાર્વજ ‘લકવાગ્રસ્ત’ કરી દેશે. વાત ભલે ‘નાની’ લાગે છે એમાં ‘મોટા’ માથાની સંડોવણીના પાપે ‘નાના’ કર્મચારીને બલીનો બકરો પણ બનાવી શકે છે. આમ ને આમ વહીવટી તંત્રની લાલીયાવાડી ચલાવ્યે રાખસે તો ‘ડિજીટલ ઇન્ડિયા’ને બદલે ‘ડિજીટલ ઇન્ડિયટસ’ના નામે.. ‘વિશ્વગુરુ’ બનવાના સપના આખરે ધૂળધાણી થઇને જ રહેશે.
સુરત – પંકજ શાં. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.