Charchapatra

અકસ્માત નિવારણ માટે સરકારનાં પ્રયાસો

આકસ્મિક થાય તે અકસ્માત, જે ક્યારે થવાનો છે આની કોઈ ચોક્કસ ‘હિન્ટ’નથી આપતો! અકસ્માત ઘણા પ્રકારને હોઈ શકે. આગ, વાહનવ્યવહાર, પુલ અથવા મકાન (જર્જરિત) બેસી જવાની ઘટના વિ. અનેક અકસ્માત અાકસ્મિક બની શકે છે. તો આ માતે સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. જેથી અકસ્માત ન થાય અને માનવજીવને હાનિ ન થાય. આગ માટે ફાયરસેફ્ટી ના સાધનો ફરજીયાત કર્યા. ફાયર બ્રિગેડ સદા આગ ઓલવવા તત્પર હોય. પૂલ દુર્ઘટના, સમયે પણ સુરક્ષાદળ જાનહાની ન થાય એ માટે મદદગાર નિવડે, મિલિટરી શક્ય હોય એટલી મદદનિશ બને અને માર્ગ અકસ્માત માટે તંત્ર એ સજાગ રહેવા હેલમેટ ફરજીયાત બનાવ્યું.

હાઈ-વે પર રેડિયમ મુકાવ્યા જેથી ચાલકો વળાંક જોઈ શકે. કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કાયદાભંગ કરનાર વાહન ચાલક માટે કર્યો. ૧૦૮ની સેવા ઊપલબ્થ કરી, સ્પીડબ્રેકર મૂકી સફેદ પટ્ટા પણ દોર્યા. ચાર ચક્રીય વાહન માટે સીટ બેલ્ટ ફરજીયાત કર્યા. અનેક પ્રશંસનીય કાર્ય સરકાર દ્વારા થયા જ છે. વાહન ચાલક કાયદો ભંગ કરે એ એની માનસિકતા છે! પ્રજા સિગ્નલ ન પાળે કે હેલ્મેટ ન પહેરે એ પ્રજાએ વિચારવાનો વિષય છે! સારા કાર્ય કે કાયદાની પ્રશંસા અવશ્ય થવી જ જોઈએ.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top