National

બાળકો માટે સરકારની નવી માર્ગદર્શિકા: જો બાળકોને કોરોના થાય તો આ રીતે કરવાની રહેશે સારવાર

ભારતમાં હાલ કોરોનાની ( corona ) બીજી લહેર ( second wave ) થોડી શાંત થઈ છે પરંતુ ભારત સરકાર હવે ત્રીજી લહેરને ( third wave) લઈને ખૂબ જ સચેત છે. કે,કેમકે ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાના અહેવાલોના પગલે સરકાર કઈ પણ કાચું કાપવા માંગતી નથી, હાલ 18 વર્ષથી નીચેના બાળકો માટે સરકારે રસીના ટ્રાયલ ( vaccine trial) પણ ચાલુ કરી દીધા છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને લઈને 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવી ગાઇડલાઇન ( new guideline) જાહેર કરી છે. આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર ( remdesivir) આપવાની સખત મનાઇ કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું કે, 5 વર્ષ કે તેથી નાના બાળકો માટે ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. મહત્વનું છે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળ આવે છે તેણે કહ્યું કે, રેમડેસિવિરનો બાળકો પર ઉપયોગ કરવાનો નથી.

માઇલ્ડ લક્ષણોમાં રૂમની અંદર ઓક્સિજન ( oxygen) સેચુરેશન 94 ટકા કે તેનાથી વધુ હોઈ શકે છે. સાથે ગળામાં સમસ્યા, શ્વાસ લેવામાં મુશ્કેલી સામેલ છે. તો તેની સારવારને લઈને જણાવવામાં આવ્યું કે, તાવમાં દર 4-6 કલાક વચ્ચે એક પેરાસિટામોલની ગોળી આપવાની છે. ખાંસી માટે ગરમ પાણીના કોગળા કરવાના છે. તો આઈસોલેશનમાં ગયેલા બાળકો માટે તેના માતા-પિતાને સકારાત્મક વાત કરવાની સલાહ આપવામાં આવી છે. તો બાળકોમાં ઓક્સિજનની સ્થિતિ સમજવા માટે 6 મિનિટની વોક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

વ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડનો ઉપયોગ કરો
DGHSએ ફક્ત હોસ્પિટલમાં દાખલ ગંભીર અને અત્યંત ગંભીર કિસ્સામાં દર્દીઓની સારવારમાં વ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડ દવાઓનો ઉપયોગ કરવા અંગે સૂચન આપવામાં આવ્યું છે. DGHSના જણાવ્યા પ્રમાણે, સ્ટિરોઈડનો ઉપયોગ યોગ્ય સમયે જ કરવો જોઈએ અને આ માટે યોગ્ય ડોઝ આપવા જોઈએ. દર્દીને પોતાને સ્ટિરોઈડનો ઉપયોગથી બચવું જોઈએ.

DGHSના કેટલાંક અન્ય મુખ્ય સૂચન

બાળકોએ માસ્ક પહેરવાં, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

બાળકોને હંમેશાં પૌષ્ટિક ભોજન આપો, જેથી તેમની ઈમ્યુનિટી મજબૂત થાય.

સામાન્ય લક્ષણો હોવાના સંજોગોમાં ડોક્ટરની સલાહથી પેરાસિટામોલ (10-15-MG) આપી શકાય છે.

ગળામાં ખારાશ અને ખાંસી હોવાના સંજોગોમાં ગરમ પાણીના કોગળા કરો. કફ હોય તો મોટી ઉંમરનાં બાળકોને વોર્મ સેલાઈન ગાર્ગલની સલાહ આપવામાં આવે છે.

સામાન્ય લક્ષણમાં તાત્કાલિક ઓક્સિજન થેરપી શરૂ કરો.

Most Popular

To Top