ધ્વનિપ્રદૂષણ, પાણી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ. સાંસ્કૃતિક પ્રદૂષણ, સામાજીક પ્રદૂષણ થી માનવજાત ચારે બાજુથી ઘેરાયેલો છે. રાજયભરમાં તહેવારો, લગ્ન પ્રસંગો કે વિવિધ પ્રસંગોના ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા, ડી.જે. ટુક, વાંજીત્રો પર અંકુશ લગાવવા પર કડક કાર્યવાહી કરવા નામદાર હાઈકોર્ટ તાકીદ કરી હોવા છતાં રાજયભરમાં સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર, ડી.જે. વાંજીત્રો નો ઉપયોગ વેચાણ પરના નિયમોનુ પાલન થતુ નથી.
ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રિટમાં મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધીત કાયદાકીય જોગવાઈ મુજબ દરેક સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ૬૫ ડેસિબલ સુધીનો અવાજ જ ડી.જે. માટે મંજૂરીપાત્ર હોવા છતા તેનો અમલ થતો નથી. વાહન મોડીફાય કરી તેને ગેરકાયદેસર ડી.જે. ટ્રક તરીકે ઉપયોગ કરાય અને આર.ટી.ઓ નિયમો અને જોગવાઈને ભંગ ચાય છે, છતા કાર્યવાહી થતી નથી. સાઉન્ડ સિસ્ટમ બનાવનાર સંસ્થાઓએ તેની અંદર સાઉન્ડ લિમિટ ડીવાઈઝ મૂકવું જરૂરી છે. છતા તેમ થતું નથી. નામ. હાઈકોર્ટ ધ્વનિપ્રદૂષણ અંગેના જીપીસીબી ના ૧૯૧૯ ના સંબંધીત જાહેર નામાની કડક અમલવારી માટે સંબંધકર્તાઓને નિર્દેશ કર્યો હતો.
સરકાર ધારે તો જાહેર ઉત્સવો, ઘરના પ્રસંગોમાં કાયદાનો કડકાઈથી અમલ કરી શકે છે. પણ કરતી નથી. એ એની નબળાઈ સમજી પ્રજા સ્વચ્છંદી બની ગઈ છે. ઉત્સવો ઉજવવા કે વરઘોડા કાઢી આનંદ વ્યકત કરવા સામે વાંધો ન હોઈ શકે. પરંતુ આ ઉત્સવો કે વરઘોડા દર્દીઓ, અભ્યાસ કરતા બાળકોને ત્રાસ રૂપ કે રાહદારીઓને અડચણ રૂપ ન હોવા જોઈએ.
અડાજણ, સુરત- એન. ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.