વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટસ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટડ્સને 100 ઉઠક બેઠક કરાવી ફિલ્મી અંદાજમાં જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ હતી.ગોત્રી હોસ્પિટલમાં રેગિંગની આ પ્રથમ ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલની એન્ટિ રેગિંગ કમીટીના 12 સભ્યો દ્વારા તાત્કાલીક અસરથી રેગિંગ કરાવનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને છુટા કરી દેવામાં આવ્યા છે.જ્યારે સોમવારે વાલીઓ અને લોકલ પોલીસ ઓથોરિટી સાથે ગોત્રી હોસ્પિટલ ખાતે બેઠક બોલવાઈ છે.જે બાદ આગામી નિર્ણય લેવામાં આવશે.
તપાસ કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર ,બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું.કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરોને તાત્કાલીક પગલાં ભરી છુટા કરી દીધા હતા.આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી. આ અંગે માહિતી આપતા ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડો.વર્ષાબેન ગોડબોલેએ જણાવ્યું હતું કે ગોત્રી મેડિકલ કોલેજમાં જે રેગિંગની ઘટના બની છે.
જે બાદ તપાસ કમિટી દ્વારા સવારે 11 થી 3 વાગ્યા સુધી એક બેઠક બોલાવી હતી.પ્રિલીમરી રિપોર્ટ કર્યો છે.ગઈકાલે આ ઘટનાની જ્યારે ખબર પડી ત્યારે બપોરે પણ એક મિટિંગ બોલાવી હતી. ત્યારબાદ સ્ટુડન્ટ્સને બોલાવાયા હતા. પરંતુ તેઓ પ્રથમ તપાસમાં કાંઈ પણ કહેતા ન હોતા એટલે અમે તે વિદ્યાર્થીઓને સમય આપ્યો કે વિચાર કરીને શું બાબત છે શું ઘટના ઘટી છે તેની સંપૂર્ણ માહિતી લેખિતમાં આપવા જણાવ્યું હતું.ત્યારબાદ ઉપલી અધિકારીની મુલાકાત કરી હતી. તેઓ પોતે ત્યાં મુલાકાત લેવા ગયા હતા.ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ ઘણા બધા આવી ગયા હતા બીજા વર્ષના એટલે એમણે કીધું કે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ વચ્ચે પહેલાં અણબનાવ બન્યો હતો દૂધ આપવા બાબત માં ઝઘડો થયો હતો એમાં તેઓએ ત્રણ સિનિયરના નામ લીધા હતા.