ડીજીટલ જમાનામાં કોઇ પણ પ્રોબ્લેમ કે તકલીફ આવે તો તરત જ તેના સોલ્યુશન માટે ગુગલનો ઉપયોગ કરવામાં આવે છે, સારી વાત છે. આખી દુનિયાની જાણકારી મોબાઇળમાં આવી ગઇ છે. પરંતુ ગુગલ કે યુટયુબમાં જે પણ માહિતી આવે છે. તે બધાને અનુલક્ષીને સોલ્યુશન બતાવવામાં આવે છે. પહેલા કોઇ ગુગલ કે યુટયુબ નહોતા ત્યારે રસોઇ હોઇ, માંદગી હોઇ કે ઘરના કોઇ પણ પ્રોબ્લમનું સોલ્યુશન વડીલો દ્વારા જ લેવામાં આવતું અને તેમનો બહોળો અનુભવ જ કામ લાગતો. બાળકો પોતાના પ્રોબ્લેમ માટે માતા-પિતા દાદા-દાદીને પૂછતા એને લીધે એક બીજાના સંપર્કમાં પણ રહેતા અને વડીલોની હુંફ પણ મળતી. ડીજીટલ સોલ્યુશન પણ ઘણી વખત ઉપયોગી હોય છે.
પણ તેનાથી કુટુંબનો પરિજનો એકબીજાથી છૂટા થવા લાગ્યા. વડીલોનું સોલ્યુશન જુનવાણી લાગવા લાગ્યું. બાળકો વાતવાતમાં દલીલો કરવા લાગ્યા કે હવે આ બધુ જુનું થવા માડયું ઇન્ટરનેટ જ બેસ્ટ છે. ઇન્ટરનેટના આધારે બાળકો પોતાના સોલ્યુશન લાવવામાં માતા પિતાથી અલગ થવા લાગ્યા છે. અને તેના એક પરિણામરૂપે આત્મહત્યાના કેસો વધવા માંડયા છે. બધુ જ ઇન્ટરનેટ પર જોઇને કામ કરવુ. એક પ્રકારનો રોગ બની ગયો છે. પરંતુ યુટયુબ પર આવતી બધી જ માહિતી સાચી નથી.
યુટયુબ એક કમાવવાનું સાધન બની જતા તેમાં ઘણી વખત ખોટી માહિતી આપણને ગેરમાર્ગે દોરવે છે. અને એનાથી વ્યકિતઓ તકલીફમાં આવી જાય છે. માટે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરો પરંતુ અનુભવ વ્યકિતની પણ એક વાર સલાહ માનવીય સંબંધની ઉસ્માને કામે લગાડો છે. વડીલો એ તમને ગુગલ અને ઇન્ટરનેટ વગર મોટા કર્યા હોય તો તે જ તમારી તકલીફ ણ વધારે સમજશે. તમારી મનની ઊંડી બાબત ગુગલ નથી જાણતું એટલે સમજો કોટુંબીક વાતાવરણ પણ સુંદર રહેશે. તકલીફમાં ફેમિલી જ કામ આવે છે એ ભુલવું ન જોઇએ.
સુરત – કલ્પના વૈધ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેવભાષા સંસ્કૃતને શિક્ષણમાં ફરજિયાત કરો
સંસ્કૃત આપણી મૂળ ભાષા છે. એ ભાષા દેવ ભાષા છે. એમાંથી અન્ય ભાષાઓનો જન્મ થયો છે. એ ભાષામાં આરોગ્યને લગતી માહિતી અને નવી ટેકનોલોજી અંગેની માહિતી અંગે પણ ખેડાણ થયું છે જેની પુરાણી સંસ્કૃત ભાષાના પુસ્તકો વાંચતા ખબર પડે છે. શ્રીરામના જમાનામાં પુષ્પક વિમાનમાં શ્રીરામ સિતાને અયોધ્યા લાવ્યા હતા તેની વાત ‘રઘુવંશ’ પુસ્તકમાં છે. આપણા સંસ્કૃત ભાષામાં લખાયેલ બહુમૂલ્ય અને બહુ ઉપયોગી પુસ્તકો ફ્રેન્ચ અને અંગ્રેજો લઇ ગયા હતા. એ પુસ્તકોનો અભ્યાસ કરી તેઓએ નવી નવી શોખ કરી છે. મહાભારત યુધ્ધનો આંખે દેખ્યો અહેવાલ સંજય ધૃતરાષ્ટને કહે છે એનો એ અર્થ થાય છે કે સંશોધન ક્ષેત્રે ભારત પહેલેથી જ આગળ છે. સંસ્કૃત મહત્ત્વની ભાષા છે એ માહિતી સાથે સંસ્કાર આપી જીવન ઘડતરનું પણ કાર્ય કરે છે એ નિ:શંક છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.