વિશ્વમાં જેમના કરોડો પ્રશંસકો છે, વિશ્વભરની યુનિ.ઓએ જેમને છ-છ પીએચડીની ડીગ્રી આપી સન્માનિત કર્યા છે. વડોદરાની એમ.એસ. યુનિ.એ પણ ડીલિટની માનદ્ ડીગ્રી 2005 માં આપી હતી. ભારતીય સંસ્કૃતિના કર્ણધાર સમાન, એક સમયે ઓલ ઈન્ડિયા રેડિયોને પાકિસ્તાનથી એક પત્ર મળ્યો હતો કે લતાજી અમને આપી દો. કાશ્મીર લઈ લો’ ને વર્ષો સુધી ગુજરાત- રાજુલાના મરોંગી ગામના મહેશ રાઠોડ જેમના અંગત મદદનીશ તરીકે સેવા આપી હતી. લતાજીના યુગલ ગીતોમાં પ્રેમ અને પ્રસન્ન દામ્પત્યનો ભાવવાહી પ્રવાહો ઝંકૃત કરતા હતા તેવા, અડધા ગુજરાતણ (પિતાએ બે ગુજરાતી બેનો સાથે એક પછી એક લગ્ન કર્યા હતા) એવા મહાન ભારતરત્ન સ્વરસામ્રાજ્ઞી કોકીલ કંઠી લતાજી હવે સદેહે ભલે ન રહ્યાં, પણ એનાં મીઠાં દર્દીલાં, મધુર કંઠ દ્વારા માનવજીવનમાં ધબકતા રહેશે. વિશ્વના કરોડો પ્રશંસકોએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. અનેક કર્ણમધુર ગીતો દ્વારા જીવંત રહેશે જ એમના જીવનમાં ઘણા ઘણા ચઢાવ ઉતાર આવ્યા હતા. બબ્બેવાર પ્રેમમગ્ન પણ થયા હતા. આપણા ગુજ્જુ સંગીતકારો, આણંદજીભાઈ, મનહર ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ સાથે પણ ગીતો ગાયાં હતાં.
તાડવાડી – રમીલા બળદેવભાઈ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે