પુરા વિશ્વની ઈકોનોમી તોડનાર અને લાખોની જાનહાની કરનાર ‘કોરોના!’ તેને વિશ્વ આખુ ધુત્કારે છે. છતાં દીલના એક ખૂણેથી પોઝીટીવ એંગલથી જોતા તને એક આખરી સલામી ભરવાનું મન થાય છે. કારણ કે તે બીજા એવા પણ કાર્યો કર્યાં છે એક શિક્ષક બની દુનિયાને ઘણું બધું જ્ઞાન આપ્યું. ઈતિહાસ તરીકે જોઈશુ તો તુ પોતે જ એક ઇતિહાસ છે. એકલા હાથે ઘણું બધું પરિવર્તન લાવી દીધુ. વિશ્વના પૈદલ રીક્ષાના પૈંડાથી લઈને વિમાનના પૈંડા તે એક પલમાં થંભાવી દઈને રાત-દિવસ દોડતી જિંદગીઓને મોટો બ્રેક આપી કુટુંબ પરિવાર સાથે રહેવાનો મોકો આપી કૌટુંબિક ભાવનાઓમાં એકતા બઢાવી.
ભૂગોળ તરીકે ગામેગામના નકશાઓમાં તારી પહેચાન બનાવી. ગણિત તરીકે તો અનેક અગણિત કાર્યો કર્યા, પ્રથમ તો માનવે ભરી રાખેલા અમહને તો તે ચકનાચૂર કરી નાખ્યું, કરોડપતિને પણ ઓક્સિજન માટે દર દર ભટકતા જોયા છે, વિકટ પરિસ્થિતિમાં ઓછા ખર્ચે કઈ રીતે ટકી રહેવું? એનું જ્ઞાન આપ્યું., ‘ઉકાળો’ (કાઢો) બની દેશી દવાઓનું મહત્ત્વ સમજાવ્યું, નાનકડા ‘માસ્કે’ સમજાવ્યું કે બ્રાન્ડેડ કંપનીઓનો મોહ ન રાખી નાના વેપારીઓને પણ રોજગારી આપો. વહેતી નદીઓને સ્વચ્છ બનાવવા સરકાર કરોડોનો ખર્ચ કરે છે જ્યારે લોકડાઉને આ નદીઓને આપોઆપ શુદ્ધ કરી નીર્મળ બનાવી. રુઢિગત પરંપરાઓને તોડી તેમાં પ્રચંડ ફેરફાર લાવી દીધા. શુભ પ્રસંગોને થોડા વ્યક્તિઓ દ્વારા અવા સાદગી પૂર્વક પણ પૂર્ણ કરી શકાય છે. એ સમજાવ્યું ટેલિફોનિક બેસણાની પ્રથા એ એક નવી રાહ ચીંઢી છે જેના દ્વારા સમય અને ધનની બચત થાય છે આ નવું પરિવર્તન યથાવત જ રહે તો આવનારી પેઢીનો કિંમતી સમય અને ધન વેડફાશે નહિ. આવા તો અનેક અગણિત કાર્યો આ કોરોનાએ કર્યા છે તો ‘કોરોના’ તને જતાં જતાં આખરી સલામ (અલવિદા કોરોના… અલવિદા….
સુરત – રેખા એમ. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.