સુરત: એક મહત્વના ઘટના ક્રમમાં ચીનની લેબગ્રોન ડાયમંડ રફ સપ્લાયર કંપનીઓ તા. 1/1/2025 ના રોજથી અમલમાં આવે એ રીતે લેબગ્રોન રફના ભાવમાં સીધો 13% ભાવ વધારો જાહેર કરતા સુરતનાં CVD સિન્થેટિક લેબ ડાયમંડ ઉત્પાદકોને ચોંકવ્યા છે. ચીનનો આ સંકેત ક્રિસમસ વેકેશનમાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં તેજીનો લાવવાનો જણાય છે.
- ચીને રફની કિંમતમાં સીધા 13% ભાવ વધાર્યા
- ચાઈનીઝ કંપનીઓએ HPHT રફ ના ભાવ દિવાળી અગાઉ ભાવ ઘટાડી સુરતની CVD ઉત્પાદક ઇન્ડસ્ટ્રીને ફટકો માર્યો હતો
- સુરતનાં જે CVD ઉત્પાદકો પાસે પૂરતો સ્ટોક છે તેમને ખૂબ લાભ થશે
માર્કેટના નિષ્ણાતો એ જણાવ્યું હતું કે,”ચાઈનીઝ કંપનીઓએ HPHT રફ ના ભાવ દિવાળી અગાઉ ભાવ ઘટાડી સુરતની CVD ઉત્પાદક ઇન્ડસ્ટ્રીને ફટકો માર્યો હતો. ચીનની સિનોક્રિસ્ટલ (શાંઘાઈ) લિ. એ કાચા માલના વધતા ખર્ચ અને સંબંધિત ખર્ચને ધ્યાનમાં રાખીને,આ ભાવ વધારો કર્યું હોવાનું જણાવ્યું હતું.
1લી જાન્યુઆરી 2025 થી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા(મિશ્ર રફ)ની મૂળ કિંમતના આધારે ભાવમાં 13%નો વધારો કરવાની જાહેર કરી છે. સુરતના CVD ઉત્પાદકોનું કેહવુ છે કે, ક્રિસમસ અને મેરેજ સિઝનમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની સારી ડિમાન્ડને લીધે કાચી લેબ રફના ભાવ 13% વધ્યા છે. તેનો લાભ સુરત, મુંબઈના CVD લેબગ્રોન ઉત્પાદકોને પણ થશે.
સુરતનાં લેબગ્રોન રફ ડાયમંડ ઇમ્પોર્ટરને ચીનથી આયાતી રફ મોંઘી પડશે પણ સુરતનાં CVD ઉત્પાદકો જેમની પાસે પૂરતો સ્ટોક છે. તેમને ભરપૂર લાભ આ ભાવ વધારાનો થશે. વર્ષ 2024 દરમિયાન એપ્રિલથી નવેમ્બર સુધી 8 મહિનામાં ભારતમાં ચીનથી 4756.38 કરોડની કિંમતનાં HPHT લેબગ્રોન રફ ડાયમંડની આયાત કરવામાં આવી હતી.
જે 2023 માં એપ્રિલથી નવેમ્બર સુધી 5674.60 કરોડ હતી.હીરા ઉદ્યોગની મંદીને લીધે ચીનથી ભારતમાં લેબગ્રોન રફની સપ્લાય 16.18% ઘટી હતી. હવે ડિમાન્ડ વધતા ચીને રફના ભાવ સીધા 13% વધારી દીધા છે. તેને લીધે CVD લેબ રફના ભાવ પણ આજે 10 થી 13% વધી ગયા હતાં.