‘ગુજરાતમિત્ર’ અખબારમાં સુરત એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી શોપના સમાચાર જોયા. ખૂબ આનંદની વાત છે કે સરકાર તેમજ એરપોર્ટ અધિકારીઓએ આ વાત ધ્યાનમાં રાખી પાસેરામાં પહેલી પૂણીની શરૂઆત કરી સુરતીઓને આનંદના સમાચાર આપ્યા. આ રીતે કાયમ લીકર શોપ ચાલુ રહે તે જોવાનું છે. પાસપોર્ટ પર આવનારા દિવસોમાં પ્રવાસીઓ લાવી શકે તે જોગવાઈ કરવી જોઈએ. હવે ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે એરપોર્ટનો રન વે કઇ રીતે વધારવો. જે તકલીફો છે તે ધ્યાનમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
સિંગાપોરની ફ્લાઈટ ચાલુ થાય તો સુરતી શહેરીજનોની પ્રવાસ માટેની ખૂબ જ આનંદની વાત સાબિત થશે. અમુક ફલાઈટો બંધ થઇ છે ચિન્નાઈ, કલકત્તા, હૈદરાબાદ પણ ચાલુ થવી જોઈએ. દરેક વસ્તુની સવલતો પુરી પડવી જોઈએ. સુરતી દોહા, સિંગાપોર અને હોંગકોંગની ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બરમાં પણ રજૂઆત અગાઉ થઇ ચૂકી છે. હવે તો સુરત ડાયમંડ બુર્સમાં પણ ઓફસોની શરૂઆત થઇ ચૂકી છે. તો તેની સાથે સાથે એરપોર્ટની વધુ ને વધુ પ્રગતિ માટે, જેમ બને તેમ. ફલાઈટ વધુ શરૂ થાય તેના પર ફોકસ કરવો જરૂરી છે.
ગોપીપુરા – ચેતન અમીન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.