Gujarat

બનાસકાંઠાના 125 ગામડાઓ માટે શુભ સામાચાર, 500 કરોડની યોજના મંજુર

બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય માટે કુલ 500 કરોડની યોજના (Scheme) મંજુર કરવામાં આવી છે. જેના અંતર્ગત મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં પાણી નાંખવાથી 125 ગામડાઓને (Villages) ફાયદો થશે. તેમજ આ યોજના માટે મહેસાણા મોટીદાઉથી કરમાવત તળાવ સુધી 62 કિમીની લાઇન મંજૂર કરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર-અંબાજી હાઇવે નજીક જલોત્રા પાસે આવેલા કરમાવત તળાવમાં પાણી નાંખવા માટે ખેડુતો પાછલા 30 વર્ષથી માંગ કરી રહ્યા હતા. અગાઉ આ તળામાં પાણી ભરવા માટે 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. જેમાં 125 ગામના લોકોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ મુક્તેશ્વર ખાતે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા 7 જુલાઇ 2022ના દિવસે 550 કરોડના ટેન્ડરને મંજુરી મળી હતી. જેનું કાર્ય હવે ટુંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલ આ યોજના અંતર્ગત 80 ટકા કામ પૂરું થઇ ચુક્યુ છે.

આ મુદ્દે વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે કરમાવત તળાવમાં પાણી છોડવાનું કામ મંજુર થઇ ચૂક્યું છે. જેમાં મહેસાણઅના ઊંઝા નજીક મોટીદાઉથી 62 કિલોમીટરના પાઇપ નાંખી કરમાવત તળાવમાં પાણી નાંખવામાં આવશે. આ કાર્ય માટે ઓનલાઇન ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલુ છે. આ તળઅવમાં પાણી ભરાયા બાદ તેમાંથી પાઇપલાઇન થકી પાલનપુર તાલુકાના હાથીદ્રા નજીક બાલારામ નદી, ધાણધા નજીક ઉમરદશી નદીને પણ નર્મદાના પાણીથી જીવંત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

મુક્તેશ્વર ડેમમાં પાઇપલાઇનનું 80 ટકા કાર્ય પુર્ણ
મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાંખવા માટે ડીંડરોલથી મુક્તેશ્વર વચ્ચે 40 કિલોમીટર પાઇપલાઇનનું કામ ચાલી છે. જે હાલ 80 ટકા પૂરું થઇ ચુક્યું છે. હવે બાકીનું 20 ટકા કામ પૂરું થતાં જ નર્મદાનું પાણી મુક્તેશ્વર ડેમમાં ઠલવાશે.

125 જેટલા ગામોને લાભ મળશે
જિલ્લાના વડગામમાં આવેલું કરમાવત તળાવમાં ભરવાથી ખેડૂતોને મોટો લાભ થશે. પરંતુ આ કાર્ય માટે જળ આંદોલન કરવામાં આવ્યું હતું. જેના પગલે સરકારે ગામજનો માટે હિતકારી નિર્ણય લીધો હતો. વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો આનો લાભ થશે. પાછલા 30 વર્ષથી પડતર માંગને સ્વીકારાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Most Popular

To Top