દેશાનાં સારા નાગરિક હોવું એ પણ એક દેશભક્તિ છે. નાની-નાની વાતોમાં પણ આપણે સારા નાગરિક થઇ પોતાનો દેશપ્રેમ બતાવી શકાય છે. તો સારા નાગરિક કોને કહેવાય? જે નાગરિક ટ્રાફિક સિગ્નલ ન તોડે, હેલ્મેટ પહેરી વાહન ચલાવે, ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરે, સમયસર ટેક્ષ ભરે, દરેક ખરીદીના બિલ લેવાનું રાખે, દરેક ધર્મને આદર આપે, દરેક ધર્મના પવિત્ર સ્થાનોનું ગૌરવ જાળવે, પબ્લિક ટ્રાન્સપોર્ટને મહત્વ આપે, પરિસ્થિતિ અનુસાર સરકારે લીધેલા નિર્ણયોનું પાલન કરે જેમકે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથ વારંવાર સાફ કરવા વગેરે.
આપણી સરકારે કોવિડ- ૧૯ ની વેકિસનને મંજૂરી આપી અને ડૉક્ટરોએ પણ તેને સલામત ગણાવી છે તો આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો રાખી ખોટી અફવા ન ફેલાવવી એ પણ સારા નાગરિકની જ નિશાની છે.ફક્ત સીમા પર રહીને કે સત્તા મેળવીને જ દેશભક્તિ બતાવી શકાય એવું નથી પણ દેશના સારા નાગરિક હોવું એ પણ એક પ્રકારની દેશભક્તિ જ કહેવાય એવું લખનારનું માનવું છે.
સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.