કોરોના ( CORONA ) ચેપને લીધે હવે જોબ માર્કેટ ( JOB MARKET) નું સંકટ ધીરે ધીરે ઓછું થતું હોય તેવું લાગે છે. હવે કંપનીઓ ભરતીમાં થોડી ગતિ લાવી રહી છે. નેશનલ કેરિયર સર્વિસના ડેટા મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં નોકરી આપતી કંપનીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નેશનલ કેરિયર સર્વિસના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા એક વર્ષની તુલનામાં, નોકરી આપતી કંપનીઓની સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો છે. માર્ચ 2020 માં, 52,152 કંપનીઓએ તેમાં રોજગાર આપવા નોંધણી કરાવી હતી, પરંતુ હવે આ સંખ્યા વધીને 1,24,345 થઈ ગઈ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે કંપનીઓએ નેશનલ કેરિયર સર્વિસ સાથે નોંધણી કરાવી છે. તેમાંથી 40 ટકા પ્લેસમેન્ટ અને સંબંધિત ક્ષેત્રોના છે. તેમાંથી 15 ટકા લોકો આઈટી ક્ષેત્રના છે. સૌથી ખરાબ સ્થિતિ રિયલ એસ્ટેટ સેક્ટરની છે. આ ક્ એક પણ કંપનીએ તેમાં નોકરી આપવા માટે નોંધણી કરાવી નથી. જો કે, ફાયનાન્સ સેક્ટરમાં સ્થિતિ સારી છે. ફાઇનાન્સ સેક્ટરમાં ઘણી કંપનીઓએ નેશનલ કેરિયર સર્વિસ સાથે નોંધણી કરાવી છે.
જીડીપી ( GDP) માં ધીમી ગતિએ રોજગારમાં વધારો
સરકારનું કહેવું છે કે જીડીપીમાં થયેલા સુધારાને કારણે રોજગારની ગતિ દેખાવા માંડી છે. ખરેખર, સરકાર ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોટી સંખ્યામાં રોજગારી આપવાની સંભાવના હોવાથી આ ક્ષેત્રને પી.એલ.આઇ. (PLI) યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
લેપટોપ ( LEPTOP) , સ્માર્ટ ફોન ( SMART PHONE) , રાઉટર ( ROUTER) અને અન્ય ઇલેક્ટ્રોનિક ચીજોના ઉત્પાદનમાં વિદેશી રોકાણને આમંત્રણ આપવા માટે પી.એલ.આઇ. યોજના હેઠળ કંપનીઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ પગલાઓ આવતા દિવસોમાં રોજગારમાં વેગ લાવી શકે છે. હાલમાં આઇટી ( IT) અને ફાઇનાન્સ સેક્ટર સ્થિતિ સારી દેખાઈ રહી છે.કોરોના મહામારીના કારણે કેટલાય લોકોએ તેમની નોકરીઓ માથી બહાર થવું પડ્યું હતું. ત્યારે હવે બધુ ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. અને નવ યુવાનોને ફરીથી નવી નોકરીઓની તકો મળી રહી છે.