SURAT

કરોડોના સોનાની દાણચોરીના કેસમાં જેલવાસ ભોગવતા વરાછાના જ્વેલર્સનો છૂટકારો

સુરત(Surat) : સુરત ડીઆરઆઇની (DRI) તપાસમાં ભૂંડી ભૂમિકાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું છે. અધિકારીઓની બેદરકારીને કારણે વધુ બે આરોપી (Accused) આસાનીથી જેલની (Jail) બહાર નીકળી ગયા છે. 8 કરોડના ગોલ્ડ સ્મગલિંગ (Gold Smuggling) કેસમાં બે આરોપીની સામે ચાર્જશીટ (ChargSheet) નહીં થતાં તેમની સામે ચાર્જફ્રેમ પણ થયો ન હતો. જેનો લાભ લઇ બંને આરોપીએ ડિફોલ્ટ બેઇલ (Default Bail) ઉપર મુક્ત થવા માટે કરેલી જામીન અરજી મંજૂર થઇ હતી અને બંનેને જામીન મળ્યાં હતાં.

  • લંબેહનુમાન રોડના સીઆરવી જ્વેલર્સ પર સુરત ડીઆરઆઈએ 21 એપ્રિલ 2022ના રોજ દરોડા પાડ્યા હતા
  • ડીઆરઆઈએ 8 કરોડની 135 સોનાની બિસ્કિટ કબ્જે લીધી
  • સીઆરવી જ્વેલસના ભાગીદાર રામ સુહાગીયા, વિપુલ કોરાટ, બલદેવ સાકરેલિયા, નિલેશ બોરાડ અને અંકુર સાકરેલિયાની ધરપકડ કરાઈ હતી
  • ડીઆરઆઈએ 60 દિવસમાં ચાર્જશીટ દાખલ નહીં કરતા બે આરોપીઓને ડિફોલ્ટ બેઈલ મળ્યા
  • રામ સુહાગીયા અને વિપુલ કોરાટ જામીન પર મુક્ત થયા

પ્રાપ્ત વિગતો મુજબ. ડીઆરઆઇએ તા.21 એપ્રિલ, 2022ના રોજ લંબે હનુમાન રોડ ખાતેના સી.આર.વી. જ્વેલસમાં (CRV Jewels) દરોડા (Raid) પાડ્યા હતા. ગોલ્ડ સ્મગલિંગનો માલ આવતો હોવાની બાતમીના આધારે અધિકારીઓએ રેડ કરી હતી. દરોડા દરમિયાન રૂપિયા 8 કરોડની 135 સોનાની બિસ્કિટ જપ્ત કરવામાં આવી હતી. ટેક્સ ચોરીના (Tax Evasion) ઇરાદે માલ લાવવવામાં આવ્યો હતો અને તેને આગળ વેચી દેવાનું પ્લાનિંગ હતું. આ કેસમાં સીઆરવી જ્વેલર્સના ભાગીદાર રામ સુહાગિયા, વિપુલ ધીરુ કોરાટ, બલદેવ મનસુખ સાકરેલિયા, નિલેશકુમાર ધીરુ બોરાડ, અંકુર મનસુખ સાકરેલિયાની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

દરમિયાન ડીઆરઆઇ વિભાગ દ્વારા રામ સુહાગીયા અને વિપુલ કોરાટની સામે 60 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી ન હતી અને ચાર્જફ્રેમ પણ થયો ન હતો. જેને લઇને બંનેએ ડિફોલ્ટ બેઇલ ઉપર જામીનમુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ચાલી જતાં કોર્ટે પુરાવાને ધ્યાને રાખી બંનેને ડિફોલ્ટ જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં ત્રણ દિવસ અગાઉ અન્ય પાંચ આરોપી દ્વારા જામીન માટે અરજી કરાઇ હતી, પરંતુ તેમનાં જામીન નામંજૂર થયાં હતાં.

Most Popular

To Top