Business

સોનું 1 લાખને પાર, જાણો તમારા શહેરમાં શું રેટ છે..

લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ એક લાખને પાર કરી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સોમવારે સાંજના વેપારમાં સોનાએ ઇતિહાસ રચ્યો અને ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો. 24 કેરેટ (999) સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97200૦ રૂપિયા નોંધાયો હતો. 3% ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) ને કારણે સોનાનો ભાવ વધીને 1,00,116 રૂપિયા થયો.

સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ 97,352 પ્રતિ 10 ગ્રામ હતો, જે 73/10 ગ્રામના વધારા સાથે સર્વકાલીન ઉચ્ચતમ સ્તર છે. તે જ સમયે MCX પર ચાંદીના ભાવ પણ 238/કિલો વધીને 97,275/કિલો થયા. વધુમાં, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાના ઇન્ડિયન બુલિયન એસોસિએશન (IBA) ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ 97,560/10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 89,430/10 ગ્રામ છે. તે જ સમયે, IBA વેબસાઇટ અનુસાર, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ચાંદીનો ભાવ 95,720 / કિલો (ચાંદી 999 ) હતો.

તમારા શહેરમાં સોનાના ભાવ

  • અમદાવાદ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
  • રાજકોટઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
  • સુરતઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
  • વડોદરા 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.

GST ઉમેરતા સોનાનો ભાવ 1 લાખને પાર
ભારતમાં સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી દર 10 ગ્રામ દીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. ફ્યુચર્સ માર્કેટમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

Most Popular

To Top