Business

સોનું થયું મોંઘુ, ચાંદીનો ભાવ 92 હજારને પાર, જાણો નવી કિંમતો!

નવી દિલ્હી: ભારતમાં સોનાના (Gold) ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ આજે ચાંદીના (Silver) ભાવમાં પણ મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનું મંગળવારે 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયું હતું, જ્યારે ચાંદીની કિંમત 92 હજાર રૂપિયા પ્રતિ કિલો જેટલી થઇ હતી.

રાષ્ટ્રીય સ્તરે મંગળવારે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 72336 રૂપિયા હતી. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 92522 રૂપિયા પહોંચી હતી. સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 72191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે મંગળવારે સવારે વધીને 72336 રૂપિયા થઈ હતી. આ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી મોંઘા થયા હતા.

ભારતમાં આજે સોનાનો ભાવ
સત્તાવાર માહિતી મુજબ આજે મંગળવારે 995 શુદ્ધતાના સોનાની કિંમત 72046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 66260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 54252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 42317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

24 કેરેટ સોનાનો ભાવ આજે 28 મે, 2024ના રોજ રૂ. 220 વધીને રૂ. 72,930 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે 24 કેરેટ સોનાનો 100 ગ્રામનો ભાવ રૂ. 2200 વધીને રૂ. 7,29,300 થયો હતો. ભારતમાં આજે 18 કેરેટ સોનાના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ આજે રૂ. 54,700 પ્રતિ 10 ગ્રામ અને 100 ગ્રામનો ભાવ રૂ. 1700 વધી રૂ. 5,47,000 થયો હતો.

ભારતમાં આજે ચાંદીની કિંમત
ભારતમાં આજે ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો હતો. 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 3,500 વધી રૂ. 96,500 થયો હતો. 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે 350 રૂપિયા વધીને 9,650 રૂપિયા થયો હતો. તેમજ સ્પોટ ગોલ્ડ ચાંદીના ભાવો અગાઉના સત્રમાં 1% વધ્યા હતા. ચાંદીના ભાવ 0.4% વધીને $31.81 ડોલર, પ્લેટિનમ 0.2% વધીને $1,056.15 ડોલર અને પેલેડિયમ 0.4% વધીને $992.50 ડોલર થયા હતા. આમ, સોના અને ચાંદી સિવાયની અન્ય ધાતુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

Most Popular

To Top