Business

સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં ફરીથી વધારો જોવા મળ્યો છે, પરંતુ કોમોડિટી નિષ્ણાતો અનુસાર બંને કિંમતી ધાતુઓ હાલમાં “કન્સોલિડેશન” (સ્થિરતા)ના તબક્કામાં છે. World Gold Council ના તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકા-ઇરાન યુદ્ધની શરૂઆતથી થયેલા ભારે ઘટાડા પછી હવે ભાવોમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે, છતાં હજુ પણ સોના-ચાંદીના ભાવ તેમના ઓલટાઈમ હાઈથી નીચે જ છે.

માર્ચ મહિનામાં સોનાના ભાવમાં લગભગ 12%નો ઘટાડો નોંધાયો હતો અને તે લગભગ $4,608 પ્રતિ ઔંસ સુધી નીચે આવ્યો હતો, જે જૂન 2013 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તમામ મુખ્ય કરન્સીમાં ભાવ ઘટ્યા હતા, છતાં વર્ષના શરૂઆતથી અત્યાર સુધી સોનાનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે.

રિપોર્ટ અનુસાર, માર્ચના પ્રથમ ત્રણ અઠવાડિયામાં થયેલો સોનાનો સેલ-ઓફ અચાનક અને વિપરીત લાગતો હતો, કારણ કે તે સમયે વૈશ્વિક તણાવ અને મોંઘવારીની ચિંતા જેવી પરિસ્થિતિઓ સોનાને સપોર્ટ કરતી હોય છે. તેમ છતાં, બજારમાં લિક્વિડિટી જરૂરિયાતો અને ડીલિવરેજિંગના કારણે વેચાણ વધ્યું, જેના કારણે ભાવમાં ઘટાડો આવ્યો.

આગળ શું? – બજારમાં સ્થિરતાના સંકેતો : હાલમાં કેટલાક સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે: ડોલર મજબૂત થવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે સોનાની ઉપરનો દબાણ ઘટ્યો છે, જયારે એપ્રિલની શરૂઆતમાં ગોલ્ડ ETFમાં ફરીથી રોકાણ વધ્યું છે, ઓપ્શન માર્કેટમાં ટૂંકા ગાળામાં હેજિંગની માંગ છે, પરંતુ લાંબા ગાળે સોનાની દિશા સકારાત્મક માનવામાં આવે છે
અમેરિકા તરફથી નીતિ કડક કરવાની વાતો માત્ર નિવેદન સ્તરે જ રહી શકે છે

ઊર્જા આધારિત મોંઘવારીની અસર મર્યાદિત રહેવાની શક્યતા છે સાથે જ રિટેલ અને ફિઝિકલ ડિમાન્ડ ફરીથી વધતી જોવા મળી રહી છે, ખાસ કરીને ટેક્નિકલ સપોર્ટ લેવલ ઉપર ભાવ સ્થિર થયા પછી નજીકના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ મોટી ઉછાળો કે ઘટાડો જોવા મળવાની શક્યતા ઓછી છે. બજાર હાલ સ્થિરતાની દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે જોખમો હજી યથાવત છે.

Most Popular

To Top