આજે 11 એપ્રિલ (શુક્રવાર) ના રોજ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન (આઇબીજેએ) ના જણાવ્યા અનુસાર 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત 2,913 વધીને, 93,074 થઈ છે. અગાઉ 10 ગ્રામ સોનાની કિંમત 90,161 હતી. એક કિલો ચાંદીના ભાવ આજે પ્રતિ કિલો ₹ 1,958 વધીને, 92,627 છે. અગાઉ ચાંદીની કિંમત પ્રતિ કિલો 90,669 હતી. 28 માર્ચે સિલ્વર 1,00,934 ડોલર અને 3 એપ્રિલના રોજ ગોલ્ડ 91,205ની હાઈએસ્ટ સપાટીએ પહોંચ્યો હતો.
આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત રૂ. 76,162 થી વધીને રૂ. 16,912 એટલે કે 22% રૂ. 93,074 થઈ છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂ. 86,017 થી 6,610 રૂપિયા અથવા 7% વધીને 92,627 થઈ ગયા છે. ગયા વર્ષે 2024 માં સોનું 12,810 રૂપિયા મોંધુ થયું હતું.
સોનાનું યોગ્ય વજન અને ભાવ ઘણા સ્રોતો દ્વારા ક્રોસ ચેક કરવું જોઈએ. જેમકે ઇન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ સાથે તેની કિંમત ખરીદવાના દિવસ ચેક કરો. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ અનુસાર સોનાની કિંમત બદલાય છે. 24 કેરેટ સોનું શુદ્ધ સોનું માનવામાં આવે છે પરંતુ તેના ઝવેરાત બનતા નથી કારણ કે તે ખૂબ નરમ હોય છે.
ડોલર સામે રૂપિયાના નબળાઇને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે રૂપિયો નબળો હોય છે ત્યારે તેને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે. આ વર્ષે રૂપિયો લગભગ 4%ઘટી ગયો છે જેણે સોનાના ભાવ પર દબાણ વધાર્યું છે. લગ્નની સીઝન નજીક આવી રહી છે તેથી સોનાના ઝવેરાતની માંગ વધી રહી છે. મુંબઇ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં ઝવેરાતના ભાવો ઉંચા હોવા છતાં વેચાણ વધી રહ્યું છે કારણ કે લોકો સોનાને રોકાણ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે જુએ છે.
