સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી ઝડપી પાડ્યા હતા. જેથી સુરતના 5 ગુના તેમજ મહારાષ્ટ્રની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
તાપી જિલ્લા LCBએ મળેલી બાતમી મુજબ સ્ટાફે માંડળ ગામની સીમમાં આવેલા ટોલ નાકાની બાજુમાં વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની યુનિકોર્ન મોટર સાયકલ ઉપર સવાર ત્રણ ઇસમો આવતા તેઓને અટકાવી પુછપરછ કરતાં તેમના નામ કિશોરભાઈ ઉર્ફે કેશીયો ઉર્ફે સુભાષભાઇ તેજરાવે ઉર્દુ આત્મારામભાઇ પાટીલ (હાલ રહે, શ્રીરામ નગર, રૂમ.નં.૮૦, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત), શંકરભાઇ તાલેરાવ કિક્રેવાલ (રહે, ઘર નં.૬૪, ગેલાણીનગર, મરઘા કેન્દ્રની સામે, કાપોદ્રા, વરાછારોડ, સુરત) અને સુરજભાઇ ઉર્ફે સરોજ રાજુભાઇ જાદવ (હાલ રહે.ગાયત્રી મંદિર
. નવા પાર્ટી પ્લોટ પાસે, ભટાર, સુરત) જાણવા મળ્યા, અંગઝડતી લેતાં તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના મળ્યા જે અંગે ખુલાસો નહીં કરી શકતાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એસ.લાડ તથા એલ.સી.બી. સ્ટાફે મોબાઈલ, રોકડા રૂપિયા તથા બાઇક મળી કુલ ૪,૯૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ઘરફોડી ચોરી કરતી રાજા ગેંગનો મુખ્ય લીડર રાજેન્દ્ર ઉર્ફે રાજા સોનુ ભોંસલે છે. હાલના પકડાયેલા આરોપી પૈકી કિશોર ઉર્ફે કેશિયો અને સુરજ ઉર્ફે સરોજ જાધવ રાજા ગેંગના સાગરિત છે. આરોપી કિશોર ઉર્ફે કેશિયાએ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૭૦થી વધુ ઘરફોડ ચોરી કરી છે. તો સુરજ ઉર્ફે સરોજ જાધવે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં ૨૦થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે