જયપુર: શ્રી રાષ્ટ્રીય કરણી સેના પ્રમુખની ગઇ કાલે ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ હત્યા બાદ આજે બુધવારે રાજસ્થાન (Rajasthan) બંધનો એલાન કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે (Police) તપાસ હાથ ધરી હતી. જેમાં આ મર્ડર કેસના તાર પડોસી રાજ્ય હરિયાણાના (Hariyana) મહેંન્દ્ર જીલ્લા સુધી જોડાયા હોવાનું સામે આવ્યું છે. અસલમાં ગોગામેડીને શૂટ કરનાર શૂટર હરિયાણાનો રહેવાસી તેમજ આર્મી ઓફીસર (Army Officer) હોવાનો ચોંકવનારો ખૂલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોગામેડી હત્યાકાંડમાં ત્રણ શૂટરો ગોગામેડીને કંકોત્રી આપવાના બહાને મળ્યા હતા. ત્યાર બાદ શૂટરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. જે પૈકી એકની મોત ક્રોસ શૂટિંગમાં ઘટના સ્થળે જ થઇ હતી. તેમજ બીજા બંન્ને ઘટનાને અંજામ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ બંન્ને ભાગેડું આરોપીઓની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. બંન્ને માથી એકનું નામ રોહિત રાઠોડ છે. જે નાગોરના મકરાનાનો રહેવાસી છે. તેમજ બીજાનું નામ નિતિન ફૌજી છે. જે હરિયાણાના મહેંન્દ્ર જીલ્લાનો રહેવાસી છે.
હરિયાણાના મહેંન્દ્ર જીલ્લાનો રહેવાસી નિતિન ફૌજી અલવરમાં 19 જાટ રેજીમેંટમાં તૈનાત હતો. વર્ષ 2019માં તે ભારતીય સેનામાં ભર્તી થયો હતો. તેમજ તેણે 8 નવેમ્બરે બે દિવસની રજા લીધી હતી. તેમજ ત્યાર બાદ તે ફરી ડ્યૂટી પર ગયો નહી. સમગ્ર મામલે નિતિનના પિતાએ કહ્યું કે ‘મારો દિકરો 9 નવેમ્બરે 11 વાગ્યે ઘરેથી ગાડી રીપેર કરાવવા નિકળ્યો હતો. ત્યારથી જ તે પરિવાર સાથે કોઇ સંપર્ક નથી.’
જયપુરથી રાજસ્થાન સુઘી મોટો હોબાળો
રાજસ્થાનમાં જ્યારે સુખદેવ હત્યાકાંડની જાણ થઇ ત્યારે સમગ્ર રાજ્યમાં હોબાળો થઇ ગયો હતો. તેમજ આજે આખા રાજસ્થાનને બંધ કરવામાં આવ્યું હતું. આ સિવાય જયપુરની જે હોસ્પિટલમાં સુખદેસિંહ ગોગામેડીને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સમર્થકોએ પ્રદર્શન કર્યા હતાં. તેમજ આગજની કરી હતી. બસોમાં તોડફોડ પણ કરી હતી. પરિણામે સીકર શહેરને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ જ્યારે શોસિયલ મિડીયા ઉપર હત્યાકાંડના વિડિયો વાઇરલ થયા ત્યારે જયપુરમાં પણ હોબાળો શરૂ થઇ ગયો હતો. ધીમે-ધીમે જયપુર, સીકર, બારાં, ચૂરૂ નાગૌર સહીત ઘણાં શહેરોમાં અગજનીની ખબરો સામે આવવા માંડી હતી. પરિણામે જયપુર શહેરમાં એ-શ્રેણીની નાકાબંધી કરવામાં આવી હતી.