એમ કહેવાય છે કે એકનાથે એક વખત એક ભૂખ્યા મહારને પોતાને ઘેર જમાડ્યો, અને એ ઉપરથી એને નાતબ્હાર મૂકવામાં આવ્યો. એકનાથને નદીએ લઈ જઈને પ્રાયશ્ચિત્ત કરાવવામાં આવતું હતું એટલામાં પ્રભુનો એક ચમત્કાર ફર્મગુરુ થયો અને સેંકડો બ્રાહ્મણોને જમાડવા કરતાં એક ભૂખ્યાને અન્ન આપવામાં વધારે સંસાર પુણ્ય છે એમ સિદ્ધ થયું. જ્ઞાનદેવ વગેરેને ત્યાં બ્રાહ્મણો એક વખત શ્રાદ્ધ પ્રસંગે આવવા ના પાડતા હતા. પરંતુ એ બ્રાહ્મણોના પૂર્વજો આ લોકમાં આવી શ્રાદ્ધમાં ભાગ લઈ ગયા, અને ભક્તિમાં જ્ઞાતિવ્હેમ અયોગ્ય છે એમ બતાવી ગયા. જ્ઞાનદેવ કહે છે “પ્રભુ આગળ કોઈ ઊંચ નીચ નથી, સર્વ એને સમાન છે, હું ઊંચો આ નીચો એવો ભેદ કોઈ દહાડો ન ગણવો, ગંગામાં ઊંચ નીચ સર્વ ન્હાય છે, છતાં એ પવિત્ર જ રહે છે; વાયુનો ઊંચ નીચ સર્વ પ્રાણ લે છે, છતાં વાયુ દૂષિત થતો નથી; પૃથ્વી ઉપર ઊંચ નીચ સર્વ ચાલે છે છતાં એ અભડાતી નથી.”
એક વખત ચોખામેળા નામનો એક મહાર પંઢરપુરના મંદિરમાં ઘૂસી ગયો. શ્રાહ્મણોને ખબર પડતાં, તેઓએ એની સાથે ટંટો ઊઠાવ્યો. એણે ઉત્તર દીધો કે “હું મારી મેળે ગયો નથી. મને તો ભગવાન લઈ ગયા હતા….. ઊંચ જાતિમાં જન્મ થયો એથી શું ? કર્મ કર્યે શું? વિદ્યા મેળવી તોએ શું? ભક્તિ જોઈએ, પ્રેમ જોઈએ. નીચ જાતિનો મનુષ્ય પણ જો હૃદયમાં પ્રભુ ઉપર ભક્તિ રાખે, પ્રેમ રાખે, સર્વને સમાન માને, પોતાનાં અને પારકાં છોકરાં વચ્ચે ભેદ ન ગણે, અને સત્ય બોલે તો એને પવિત્ર જાતિનો જ જાણવો. પ્રભુ એના ઉપર પ્રસન્ન એ છે. જેના હૃદયમાં મનુષ્ય ઉપર પ્રેમ અને પ્રભુ ઉપર ભક્તિ હોય એવાને એની જાતિ ન પૂછવી. પ્રભુને એનાં બાલકોમાં પ્રેમ અને ભક્તિ જોઈએ, નાતજાતની એને દરકાર નથી.” બ્રાહ્મણો આથી શાંત ન થયા-ચોખામેળાને એ અળખા અધિકારી પાસે પકડી ગયા. અધિકારી મુસલમાન હતો, છતાં એને ચીખામેળાને બે બળદને પૂછડે બાંધીને થસડવાનો હુકમ કર્યો, પણ બળદ ચાલ્યા જ નહિ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.