Madhya Gujarat

ગોધરા પોલીસે ચાર માસથી ફરાર ગૌમાંસ વેચાણ કરતી ટોળકીને ઝડપી

ગોધરા: પંચમહાલ જિલ્લા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગોમાંસનું વેચાણ કરવાના મામલે થયેલા ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા ૧૧ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સુચના કરી હતી.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી આઈ એચ એન પટેલ ને બાતમી મળેલ કે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગોધરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી નાસતા ફરતા હોય અને પોતાના ઘરે હોવાનું માલૂમ થતાં ડિ.સ્ટાફ પી.એસ.આઇ એન.આર. રાઠોડ તેમજ પીએસઆઇ એ.એમ.પરમાર સહિતનાએ રેડ કરતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે જેમાં(૧) અફસા ઇલિયાસ હુસેન(૨) મેમનસુલેમાન (૩) ખેરુનિશા હઠીલા(૪) ફાતીમા બીબી સત્તાર(૫)મહેફુજા હયાત(૬) ઊમાની ઈસ્માઈલ(૭)નસીફા સાદિક હઠીલા(૮) કાસમ અબ્દુલ (૯) સલમાન કાસમ(૧૦) જાવેદ મહોમંદ(૧૧) ઇરફાન સેફીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top