ગોધરા: ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામ પાસેથી પુરઝડપે પસાર થતી ગોધરા પોલીસ વાન ના ચાલકે રાહદારી શ્રમિક પરીવાર ના કીશોર ને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હોવાથી ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
અકસ્માત ના પગલે ધટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા. અકસ્માતમાં શ્રમિક પરીવાર ના કીશોર નું મોત નિપજતા પરીવારજનો માં ભારે ગમગીની જોવો મળી હતી. બનાવ અંગેની જાણ ગોધરા તાલુકા પોલીસ ને થતા ધટના સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. દેશના વડાપ્રધાન આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવા ના હોવાથી પોલીસ નો ચૂસ્ત બંદોબસ્ત તૈનાત રહેનાર છે.
ત્યારે ગોધરાથી પોલીસ વાનમાં ડોગ સ્કોડના પોલીસના માણસો અમદાવાદ ખાતે બંદોબસ્ત માં જઈ રહ્યા હતા. તે વેળાએ ડોકટર ના મુવાડા ગામ નજીક પોલીસ વાન ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી રાહદારી શ્રમિક પરીવારના દીકરા મહેશ અરવિંદ ભાભોર રહે.મોટીવાવ જીલ્લો દાહોદ ને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હોવાથી ધટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
૧૪ વર્ષીય કીશોર નું અકસ્માતમાં મોત નિપજતા શ્રમિક પરીવારે ભારે રોકકળ મચાવી મુકી હતી. અકસ્માતના પગલે ધટના સ્થળે લોકટોળા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અકસ્માતની જાણ ગોધરા તાલુકા પોલીસ ને થતા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે કીશોર ના મૃતદેહ ને પીએમ અર્થે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાને પગલે મટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતાં. પોલીસે આવીને ઉશ્કેરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.