ગોધરા: ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ નું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકો માં સંબંધિત કચેરી સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો કમરતોડ સાબિત થઈ રહયો છે.
ગોધરા શહેર ના લઘુમતી વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ થી સાતપુલ વિસ્તાર નો મુખ્ય માર્ગ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સબંધિત કચેરી સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે હાલમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ માં આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો એ આ મામલે વહેલી તકે સ્થાનિકો ના પ્રાથમિક સગવડો રૂપ વિસ્તારના મુખ્ય માર્ગ ની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે કમર કશવી જોઈએ તેવી પણ લાગણી સ્થાનિકો માં જોવા મળી રહી છે.
ત્યારે બીજી બાજુ સબંધિત કચેરી ના અધિકારીઓ એ પણ વિસ્તારના મુખ્ય માર્ગ ની કામગીરી હાથ ધરી વહેલી તકે આ માર્ગ બનાવવા માં આવે તેવી માંગ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હાલ તો અહીથી પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. આ રસ્તાની મરામત કરવા માટે અનેક રજૂઆતો જાગૃત શહેરીજનો દ્વારા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.