એક ભાઈ એક વખત એક મોટા શહેરની મુલાકતે ગયા.તેમનો મિત્ર તેમને શહેરમાં નવા બનેલા જાણીતા બાગમાં ફરવા લઈ ગયો.સુંદર બાગ શહેરની મધ્યમાં બનાવવામાં આવ્યો હતો.હરિયાળી લોન,સુંદર વિવધ પ્રકારના રંગબેરંગી ફૂલછોડ, વિવિધ ઘટાદાર વૃક્ષો અને સુંદર રંગીન ફુવારા ચારેબાજુ માહોલ આંખોને અને મનને અને તનને ઠંડક આપતો મહેકતો હતો.જ્યાં નજર જાય ત્યાં સુંદરતા જે જોઇને મન પ્રફુલ્લિત થઇ જાય.
આ સુંદર બાગમાં એક વસ્તુ ધ્યાન ખેંચતી હતી..તે પણ પોતાની સુંદરતાને લીધે નહિ પરંતુ બધી સુંદર વસ્તુઓ વચ્ચે એક અસુંદર વસ્તુ હતી તે માટે…તે એક તાડપત્રીથી ઢાંકેલો બેડોળ માંચડો હતો અને વળી તાડપત્રી પણ પંખીઓના ચરકથી ભરાઈ ગઈ હતી તે ધૂળ માટી અને ચરકવાળી તાડપત્રી આખા બાગની શોભા બગાડતી હતી.
પેલા ભાઈ કલાકાર જીવ હતા તેમને બધી સુંદરતા વચ્ચે એક અસુંદર વસ્તુ ખટકી તેઓ તરત બોલી ઉઠ્યા, ‘આ બેડોળ માંચડો કેટલો ખરાબ લાગે છે.આ બાગ બનાવનારાઓએ આટલી મોટી ભૂલ કઈ રીતે કરી.આ તો બાગના મધ્યની જગ્યા છે અહીં આ માંચડો શું કામ ઉભો કર્યો છે;અહીં કોઈ સુંદર શિલ્પ મુકવું જોઈએ.
તો કેટલું સુંદર લાગત!’ તેમના આ શબ્દો સાંભળી તેનો મિત્ર બોલ્યો, ‘દોસ્ત, તારી વાત સાચી છે અને અહીં એક સુંદર શિલ્પ જ મુકવામાં આવ્યું છે હજી હમણાં જ તેનું કામ પૂરું થયું છે અને આવતીકાલે મેયરના હાથે ઉદઘાટન છે એટલે આ તાડપત્રી હજી ઢાંકેલી જ રાખવામાં આવી છે.શિલ્પકારે આખું શિલ્પ અહીં જ આ માંચડા હેઠળ તૈયાર કર્યું છે જેનું કાલે ઉદ્ઘાટન થશે.બીજે દિવસે સવારે ઉદ્ઘાટન થયું.અને એક મનમોહક શિલ્પ બાગમાં શોભી ઉઠ્યું.
આ નાનકડો સાદો પ્રસંગ, આમાં બાગ એ આપણું જીવન છે.અને આપના જીવનબાગમાં ભગવાનની મધુર મૂર્તિ ગોઠવાયેલી જ છે.ભગવાને આપેલું જીવન સમગ્ર સુંદર છે અને તે સુંદરતા વચ્ચે સૌથી સુંદર છે ઈશ્વર અને ઈશ્વરની અનુકંપા …..પણ આપણા ઈશ્વરની સ્નેહ મૂર્તિ પણ મોહ માયા, સંસારના બંધનો અને આપણા અવગુણો જેવા અનેક આવરણો છે એટલે તે જોઈ શકાતી નથી.
અને તે જોઈ શકાતી નથી તેની અનુભૂતિ થતી નથી એટલે આપણું ઈશ્વર સાથે અનુસંધાન થતું નથી.જીવનબાગને પરમેશ્વરની પ્રેમમૂર્તિથી સજાવવા માટે આપણે વચ્ચે નડતા અનેક આવરણો હટાવવાની જરૂર છે.જો આ મોહમાયા, સ્વાર્થ, અભિમાન ના આવરણ હતી જાય તો સદા મંગલ આશિષ આપતી ઈશ્વરની મૂર્તિ આપણા બધાંના હૈયામાં હાજર હજૂર જ છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login