SURAT

ગો-ફર્સ્ટ 3 એપ્રિલથી સુરતથી પૂણે ની ડેઇલી ફલાઇટ શરૂ કરશે

સુરત: ગો -ફર્સ્ટ એરલાઇન્સને સુરત એરપોર્ટ ઉપર નાઈટ પાર્કિંગ સુવિધા મળતા જ એરલાઇન્સે સમર વેકેશનથી ફ્લાઈટ રિશિડ્યુલ કરી છે. ગો- ફર્સ્ટ સુરતથી અત્યારે દિલ્હી, કોલકાતાની ફ્લાઈટ ઓપરેટ કરે છે. હવે તેણે 3 એપ્રિલથી સુરતથી પુણેની ડેઇલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ગો-ફર્સ્ટ ની દિલ્હીની ફ્લાઈટ સાંજે 19:15 કલાકે ઉપડી સુરત 21:05 કલાકે આવશે સુરતથી આ ફ્લાઈટ રાતે 21:35 કલાકે ઉપડી 22:35 કલાકે પૂણે પહોંચશે અને બીજા દિવસે સવારે 05:50 પૂણેથી ઉપડી સવારે 06:50 કલાકે સુરત આવશે.

  • આ ફ્લાઇટ સુરતથી રાત્રે 21:35 કલાકે ઉપડી 22:35 કલાકે પુણે પહોંચશે
  • બીજા દિવસે સવારે 05:50 પૂણેથી ઉપડી સવારે 06:50 કલાકે સુરત આવશે

આજ ફલાઇટ સુરતથી સવારે07:20 કલાકે ઉપડી 09:15 કલાકે દિલ્હી પહોંચશે. સુરતથી પૂણે એક દિવસની ટ્રિપ માટે આવતા લોકો માટે ફ્લાઇટનો સમય ખૂબ જ સારો છે કારણ કે તેઓને આખો દિવસ પુણેમાં મળશે, પરંતુ પૂણે જતા લોકો માટે તેમને 2 રાત પસાર કરવી પડશે અને વહેલી સવારે એરપોર્ટ ઉપર પણ પહોંચવું પડશે. સુરતથી પૂણેની કનેક્ટિવિટી મળતાં સુરતના આઇટી, ટેક્સટાઇલ, એજ્યુકેશન અને જવેલરી ઉદ્યોગને લાભ થઈ શકે છે. માત્ર એક કલાકની સમય મર્યાદામાં સુરતથી પૂણે અને પૂણેથી સુરતની વિમાની સફર કરી શકાશે.

Most Popular

To Top