Trending

શું Gmail ઓગસ્ટમાં બંધ થઈ જશે? ગૂગલે કરી આ સ્પષ્ટતા

પર્સનલ અને બિઝનેસના ઉપયોગ માટે વપરાતું Gmail (Gmail) બંધ થવાની વાત પર ગૂગલે (Google) સ્પષ્ટતા કરી છે. એક્સ પર મુકાયેલા મેસેજ અને ત્યારબાદ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે Gmail બંધ થવા જઈ રહ્યું છે. દાવા મુજબ ઓગસ્ટ 2024માં Gmail સંપૂર્ણપણે બંધ થઈ જશે. તે પછી Gmail સેવાઓનો ઉપયોગ કરી શકાશે નહીં. ગૂગલે ઈમેલ પ્લેટફોર્મ જીમેલની સેવા બંધ થવાના ન્યૂઝને (News) ફગાવી દીધા છે અને કહ્યું છે કે ‘તે ચાલુ રહેશે’.

એક્સ પર Gmailના બંધ થવા વિશે ઘણા દાવાઓ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન ઈલોન મસ્કે Xmailના આગમનની પુષ્ટિ કરી હતી. તે પછી લોકોને લાગ્યું કે Gmail ખરેખર બંધ થવા જઈ રહ્યું છે પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગૂગલે માહિતી આપતા કહ્યું કે, “Gmail અહીં રહેવા માટે છે.” વાસ્તવમાં આ સમગ્ર મામલો Gmailનું એક ફીચર બંધ થવાને કારણે શરૂ થયો હતો.

ગૂગલ Gmailના મૂળભૂત HTML સંસ્કરણને બંધ કરવા જઈ રહ્યું છે જેનો કોઈ ઉપયોગ કરતું નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આની જાહેરાત કરવામાં આવી હતી. આ અફવા એક નકલી ઈમેજથી શરૂ થઈ હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કંપની આ વર્ષના અંતમાં જીમેલ બંધ કરવા જઈ રહી છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે તેની શરૂઆત TikTok એપથી થઈ હતી.

Most Popular

To Top