Charchapatra

ભવ્ય આધ્યાત્મિક વારસો

ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે તેની પ્રતીતિ ઇંગ્લેન્ડના રોયલ એરફોર્સના પાઇલટ રોનાલ્ડ નિકશનના જીવનને જાણ્યા બાદ થાય છે. જર્મની સાથેના વિશ્વયુધ્ધમાં કોઇ અજ્ઞાત શકિતએ નિકશનને યુધ્ધમાં મરતા બચાવ્યાનો અહેસાસ થયો. એ દિવસથી તેમણે કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. સૌ પ્રથમ ભગવાન બુધ્ધના ઉપદેશ તરફ આકર્ષાયા. વેદ ઉપનિષદ અને ગીતાની વાણી વીરાણ રનમાં વરસાદ સમી લાગી. નિયતિએ સાથ આપ્યો. લખનૌ યુનિવર્સિટીના કુલપતિ જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીએ તેમણે પ્રાધ્યાપક તરીકે ભારત આવવા આમંત્રણ આપ્યું અને તેઓ ભારત આવ્યા. ચક્રવર્તીના ઘેર જ રહ્યા. જેમાં તેમને ગોપાલ નામે મોનિકાદેવીનુન વાત્સલ્ય પ્રાપ્ત થયું.

નિકશન મોનિકાદેવીને જ ગુરુ માનતા હતા અને તેમની પાસે દિક્ષા લેવા માંગતા હતા તેથી મોનિકાદેવીએ સન્યાસ ધારણ કરી યશોદામા નામ ધારણ કરી નિકશનને સન્યાસ દિક્ષા આપી. શ્રીકૃષ્ણ પ્રેમ નામ આપ્યું. યશોદામા કૃષ્ણ ભકત હતા અને તેમને કૃષ્ણ સાથે સાક્ષાત વાત પણ થતી હતી. થોડો વખત કાશી રહી યશોદામાએ અલમોડા નજીક ઉત્તર વૃંદાવન નામે આશ્રમ સ્થાપ્યો. કૃષ્ણ પ્રેમે ગીતા, ઉપનિષદના આધ્યાત્મિક વારસો લઇ ગુરુ સેવા કરી, ધ યોગ ઓફ ભગવતગીતા અને યોગ ઓફ કઠોપનિષદ બે ગ્રંથો લખ્યા અને 14 નવેમ્બર 1965માં દેહ છોડયો. ગીતાનો અભ્યાસ કરી આવા તો અનેક વિદેશી મહાપુરુષો જેમણે ગીતાનો પ્રચાર પ્રસાર કર્યો છે. આપણા ધાર્મિક વારસા વિશે અલ્પજ્ઞાત વિદ્યાર્થીઓ માટે સરકારે લીધેલો ગીતા શિક્ષણનો નિર્ણય જરૂર માર્ગદર્શક અને પ્રેરણાદાયક બનશે.
સુરત              – પ્રભા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top