ઝારખંડ: ઝારખંડના (Jharkhand) ધનબાદમાં (Dhanbad) ગુરુવારે એક મોટી દુર્ઘટના (Accident) થઈ જ્યારે એક જોયરાઈડ ગ્લાઈડર (Gilder) ઘરની છત પર તૂટી (Crash) પડ્યું હતું. બરવાડા એરસ્ટ્રીપ પરથી ટેકઓફ કર્યા બાદ ગ્લાઈડર શહેરની ઉપર ઉડી રહ્યું હતું અને તે દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે અચાનક જ ગ્લાઈડર એક મકાન સાથે અથડાયું હતું. ગ્લાઈડર અકસ્માતમાં વિમાનમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા. આ યોજના ધનબાદ શહેરમાંથી કોયલાંચલની હવાઈ યાત્રા કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. બરવાડા એરસ્ટ્રીપ પરથી ટેકઓફ કર્યા બાદ ગ્લાઈડર શહેરની ઉપર ઉડી રહ્યું હતું અને તે દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ પછી ગ્લાઈડર બેકાબૂ થઈ ગયું અને બિરસા મુંડા પાર્ક પાસે નિલેશ કુમારના ઘર પર પડ્યું હતું.
આકાશમાં ઉડતા ગ્લાઈડર્સ એક પ્રકારનું હળવા વજનનું વિમાન છે. આ ગ્લાઈડર થોડીક સેકન્ડો પહેલા બરવા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી પરંતુ થોડા સમય બાદ વિમાન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું હતું. ગ્લાઈડર એરપોર્ટ નજીક એક મકાન સાથે અથડાયું હતું. આ પહેલા પણ ગ્લાઈડર દ્વારા લોકોને આવી બે એરિયલ ટુર કરાવવામાં આવી ચુકી છે પરંતુ આ વખતે ગ્લાઈડર ક્રેશ થવાના કારણે એરિયલ ટુર કરીને શહેરનો નજારો જોવાનું હાલ પૂરતું બંધ થઈ ગયું છે.
ઘાયલ હોસ્પિટલમાં દાખલ
જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પરથી ટેકઓફ થતા જ ગ્લાઈડરમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું. ગ્લાઈડર નીલેશ કુમાર નામના વ્યક્તિના ઘર સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ગ્લાઈડર ખરાબ રીતે નુકસાન થયું હતું, જે દરમિયાન તેનો પાઈલટ અને ગ્લાઈડરમાં સવાર અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે. ઘટના બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી, જેને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગ્લાઈડર સેવા ધનબાદ શહેરના લોકો હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે અને આકાશમાંથી તેમના શહેરનો નજારો જોઈ શકે તે હેતુથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ગ્લાઈડર ધનબાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું હતું.
પોલીસ પ્રશાસને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી
સ્થાનિક વહીવટીતંત્રને ગ્લાઈડર ક્રેશની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ પ્રશાસને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને લોકોએ ગ્લાઈડરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા એશિયન જાલાન હોસ્પિટલમાં મોકલ્યા હતા. બરવાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસકે મંડલે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે બિરસા મુંડા પાસે એક ગ્લાઈડર ક્રેશ થયું છે. સદનસીબે જ્યારે ગ્લાઈડર ઘરની છત પર પડી ત્યારે આખો પરિવાર ઘરની બહાર હાજર હતો અને બાળકો બહાર રમતા હતા.
14 વર્ષીય યુવક ઘાયલ
ઘાયલ મુસાફરની ઓળખ પટના નિવાસી કુશ સિંહ (14) તરીકે થઈ છે જે ધનબાદમાં તેના મામા પવન સિંહના ઘરે આવ્યો હતો. કુશ સિંહ ખાનગી એજન્સી દ્વારા ચલાવવામાં આવતી જોયરાઈડ ગ્લાઈડરમાં સવાર હતા. ઉડાન ભર્યા પછી તરત જ, ગ્લાઈડર નિલેશ કુમારના ઘર પર પડ્યું, જોકે બિલ્ડિંગમાં કોઈને ઈજા થઈ ન હતી.