ગુજરાત સરકારની સોલાર પેનલો અંગેની પ્રોત્સાહક નિતિનો યોગ્ય પ્રતિભાવ આપતા ગુજરાતના લોકોએ લાખ્ખોની સંખ્યામાં પોતાની છતો ઉપર સોલાર પેનલો લગાવી છે. અને તેના થકી તેઓ વિજળી ઉત્પાદન કરી રાજ્ય સરકારને આપે છે. લાખ્ખો યુનિટો દ્વારા ઉત્પાદીત આ વિજળી રાજ્ય સરકાર માત્ર રૂા. 2.25 પ્રતિ યુનિટ ખરીદે છે. બીજી તરફ નેશનલ પાવર એક્ષચેન્જમાંથી પ્રતિ યુનિટ 5.50ના ભાવે ખરીદે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના પોતાના યુનિટો જેવા કે સિક્કા-ધુવારણ-ઉતરાણ જેવા પાવર ઉત્પાદન કેન્દ્રોમાંથી મળતી વિજળી સરકાર 7.30ના ભાવે ખરીદે છે. જે જોતા સોલાર વિજ યુનિટોવાળા પાસે સરકાર તદ્દન મફતના ભાવે વીજળી પડાવે છે.
જે અન્યાયી છે. જો રાજ્ય સરકાર અદાણી જેવા ઉદ્યોગપતિને 8.38નો ભાવ આપતી હોય તો સોલાર પાવર યુનિટોવાળાને ઓછામાં ઓછા રૂા. 3.50 થી 4 રૂા. પ્રતિ યુનિટ વિજળી ખરીદીનો ભાવ આપવો જરૂરી છે. રાજ્યમાં જે લોકોએ પોતાની છતો ઉપર લાલ્ખો રૂા. ખર્ચીને સોલાર યુનિટો લગાવ્યા છે. એમણે રાજ્ય સરકારને યોગ્ય રજૂઆત કરવી જરૂરી બને છે. આવા સોલાર યુનિટો લગાવનારા ‘ગ્રીન અર્થ’ મુવમેન્ટમાં મદદરૂપ બન્યા છે. એ જોતા રાજ્ય સરકાર આ લોકોને યોગ્ય ભાવ આપી પ્રોત્સાહન આપે તે જરૂરી છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.