Vadodara

બૂલેટ મારા જીજાજીની પરત સોંપી દે નહીં તો છેડતીના ગુનામાં ફસાવી દઇશ

વડોદરા: કસ્ટમરે બૂલટેના હપ્તા નહીં ભરતા રૂ.1.50 રકમ બાકી પડતી હોવાથી ખાનગી એજન્સીના કલેક્શનનું કામ કરતા યુવકે બૂલેટ ઉપાડી બેન્કમાં જમા કરાવી દીધી હતું. પોલીસના વહીવટદારે સત્તાનો દુર ઉપયોગ કરીને યુવકને ફોન કરી તુએ મારા જીજાજીનું બૂલેટ કેમ ઉપાડ્યું પરત નહીં સોંપી  તો તને છેડતીના કેસમાં ફસાવી દઇ તેવી ધમકી આપી હતી. ચાર મહિના બાદ યુવક સહિત બે કર્મી પકડી તે કર્મી પોલીસ સ્ટેશનમાં ચાર કલાક બેસાડી દીધા હતા. અંતે એજન્સીના માલિક આવતા પોલીસે તેમને છોડવા પડ્યાં હતા.

શહેરના એક પોલીસ કર્મિના બનેવીએ એક ટુ વ્હીલરના શોરૂમમાંથી ઇન્સ્ટોલમેન્ટથી બૂલેટ ખરીદ કર્યું હતું. પોલીસ કર્મીના બનેવી હપ્તા ભરવાનું બંધ કરી દીધુ હતું. જેથી કસ્ટમર પાસેથી બાઈકના હપ્તાના રૂ.1.50 બાકી પડતા હતા. જેથી જે તે સમયે કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી તેમને ફોન કરીને હપ્ત ભરી જવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હપ્તા નહીં ભરતા વધારે રકમ બાકી બોલતી હતી.

 જેના કારણે ખાનગી એજન્સીના કલેક્શન ડિપાર્ટમેન્ટમાં નોકરી અને સીઝિંગનું કામ કરતો કેવલ નામનો યુવકે હપ્તા નહીં ભરવાના કારણે બૂલટે ઉપાડીને બેન્કમાં જમા કરાવી દીધું હતું. ચાર મહિના બાદ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મિએ કેવલને ફોન કરીને બૂલટે મારા જીજાજીનું હતું તુએ કેમ ઉપાડ્યું તેમ કહીને ધમકાવ્યો હતો. જેથ યુવકે તેમના 1.50 બાકી બોલે છે તમે બેન્કમાં રૂપિયા ભરીને બૂલેટ છોડાવી દો તેવું જણાવ્યું હતું.

જેથી પોલીસ કર્મીએ ઉશ્કેરાઈને પોતાના ખાખી વરધીનો રોફ બતાવી તથા સત્તાનો દુર ઉપયોગ કરીને યુવકને મારા જીજાજીની બૂલેટ પરત નહી સોંતે તેને યુવતીને છેડતી કરવાના ગુનામાં ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી. થોડા દિવસ બાદ કેવલ તેના સહ કર્મી સાથે માંજલપુર વિસ્તારમાં ફરતો હતો તે દરમિયાન પોલીસ કર્મી તેમની પાસે પહોંચીને બંને કેવલ અને તેના સહ કર્મચારીને પકડી ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં ચાર કલાક સુધી બેસાડી દીધા હતા. એજન્સીના માલિકને બોલાવશો તો જ તમને છોડીશ તેવી બંને દબડાવ્યા હતા. પરંતુ તેમના એજન્સી સંચાલક આવીને તમામ લીગલ ડોક્યુમેન્સ બતાવતા તેમને પોલીસ કર્મીએ છોડી મુકવા પડ્યા હતા. 

Most Popular

To Top