Charchapatra

શિક્ષકોને ફોકસ કરવાની તક આપો

હાલનાં સમયમા શિક્ષકોને વિવિધ સરકારી કાર્યક્રમો અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી દૂર રાખીને તેમને વર્ગખંડમાં વધુ સમય આપવો જરૂરી બની રહે છે, શિક્ષકોને તેમના મૂળ શૈક્ષણિક કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવી. કારણ કે તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ ગુજરાત દેશના શિક્ષણ ક્ષેત્રે સૌથી નબળા 10 રાજ્યોમાં સામેલ છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ શિક્ષકોની અછત અને તેમની ઉપર થોપવામાં આવતી બિનશૈક્ષણિક જવાબદારીઓ જ છે.

સત્ર શરૂ થયા ચાર મહિનામાં શિક્ષકોને લગભગ 40 પ્રકારની સરકારી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર પડી રહી છે. સુરતના જવાબદાર નાગરિક તરીકે આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને સૌએ સાથે મળી શિક્ષણ ક્ષેત્રને રાજકીય અને બિનશૈક્ષણિક દબાણોથી મુક્ત રાખવા માટે પગલાં ભરવા અનિવાર્ય છે, જેથી આગામી પેઢીના બાળકો-વિદ્યાર્થીને માટે ગુણવત્તાસભર અને અસરકારક શિક્ષણ સુનિશ્ચિત થઈ શકે.
પર્વત ગામ, સુરત    – આશિષ ટેલર        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top