તા. 22 મે ગુજરાતમિત્ર દૈનિકના ચર્ચાપત્ર 60 વર્ષની ઉંમર પછી રેલ્વે અને રાજ્ય સરકારની બસમાં જલ્દી રાહત મળે તેવી પ્રતીક્ષા જેના અનુસંઘાનમાં કોરોના મહામારી પહેલા રેલ્વેમાં તમામ વરિષ્ઠ નાગરિકોને 40 ટકા રાહત આપવામાં આવતી જ હતી જે હાલમાં બંધ કરવામાં આવી છે. મંતવ્ય એવું છે કે હવે પછી 60 વર્ષથી વધુની ઉમરનાં જે વરિષ્ઠોને આવકનો સ્ત્રોત નહીવત જેવો છે. મોટાભાગે તો આજે ઘણા વરિષ્ઠોને વધારાની કોઈપણ પ્રકારની આવક બીલકુલ જ નથી.
તો આવા સાધારણ સ્થિતીનાં મધ્યમ ગરીબ વરિષ્ઠોને રેલ્વેમાં રાજધાની કે પછી એસી સુપર ફાસ્ટ જેવી લકઝરી ટ્રેનોની વાત છોડી ફક્ત અને ફક્ત રેલ્વે એ સ્લીપર ક્લાસમાં પણ જો રાહત આપે તેવી પ્રતીક્ષા કરી રહ્યા છે. બાકી ઘણા શ્રીમંત વરિષ્ઠો કે પછી ઉચ્ચ હોદ્દેદાની નોકરીમાંથી રીટાયર્ડ થયા હોઈ એટલું જ નહી પણ તેઓને દસ માસે પાંચ આંકડાનું મસમોટુ પેન્શન મળતું હોય છે. એટલું જ નહી પણ બીજા અન્ય લાભો (મેડીકલ) પણ મળતા હોય છે. તેમને માટે તો બસની વાત જ છોડો અરે રેલ્વેમાં પણ રાહત મળે કે ન મળે તેમને કોઈ કરતા કોઈ જ ફરક પડતો નથી.
સવાલ છે ફક્ત સાધારણ સ્થિતી ધરાવતા વરિષ્ઠ નાગરિકોનો તો તેમને સરકાર રેલ્વેમાં ફક્ત અને ફક્ત સ્લીપર કલાસમાં પણ રાહત આપે તો તે તેમના માટે આશિર્વાદ રૂપ રહેશે. ટુંકમાં આવા સાધારણ સ્થિતીના મધ્યમવર્ગના વરિષ્ઠોને તેમને પોતાના જીવનની આથમતી સંધ્યાએ આપણા દેશમાં આવેલા ધાર્મિક અને પ્રસિધ્ધ એવા અયોધ્યા થઈ રામદર્શન કરે કે પછી તેઓ હરિદ્વાર જઈ પવિત્ર ગંગા સ્નાન કરી પોતે જાણ્યે અજાણ્યે પોતાના જીવનમાં થયેલ નાની-મોટી ભૂલોનું ખરા મનહદયથી પ્રાયશ્ચિત પણ આનંદ માણી શકે.
પાલનપુર પાટિયા – કીકુભાઈ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.